Connect Gujarat
દુનિયા

શ્રીલંકા - ભારતની મેચ દરમિયાન, ભારતને બદનામ કરવાનું કાવતરું

શ્રીલંકા - ભારતની મેચ દરમિયાન, ભારતને બદનામ કરવાનું કાવતરું
X

મેચની શરૂઆતની અમુક મિનિટમાંજ એક વિમાન 'કાશ્મીર માટે ન્યાય' ના મેસેજ સાથે ઉડ્યું. અડધા કલાક બાદ પ્રકારનું વિમાન આવ્યું જેના પર 'ભારત નરસંહાર બંધ કરો, કાશ્મીરને આઝાદ કરો' નું બેનર લહેરાઇ રહ્યું હતું.

ભારત અને શ્રીલંકાની મેચમાં ભલે ભારતનો વિજય થયો હયો પરંતુ એક પછી એક ત્રણ પ્લેન જે રીતે ઉડીને ગયાં, તેનાથી ટીમ ઇંડિયાની સુરક્ષા સામે ગંભીર ચિંતા પેદા થઇ છે. ઘટનાને લઇને બીસીસીઆઇમાં પણ રોષ છે . શનિવારે હેડિંગ્લે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલુ હતી દરમિયાન એક પછી એક ત્રણ પ્લેન સ્ટેડિયમ પરથી પસાર થયાં જેમના પર ભારત વિરોધી બેનર લહેરાઇ રહ્યાં હતાં. ભારત જ્યારે લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું ત્યારે ત્રીજુ વિમાન આવ્યું જેમાં લખ્યું હતુ 'ભારતમાં મૉબ લિંચીંગ બંધ કરવામાં આવે'. ઘટના બાદ બીસીસીઆઇએ આઇસીસી સમક્ષ મામલે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાને 'અસ્વીકાર્ય' જણાવીને બીસીસીઆઇએ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.

Next Story