Connect Gujarat
ગુજરાત

શ્રી રઘુવંશી લોહાણા મહાજન સમાજની મહિલા પાંખની સેવાકીય પ્રવૃત્તિ

શ્રી રઘુવંશી લોહાણા મહાજન સમાજની મહિલા પાંખની સેવાકીય પ્રવૃત્તિ
X

ચૈત્ર નવરાત્રિના પ્રારંભ સાથે જ ગરમીએ પણ પોતાનો આકરો મિજાજ બતાવ્યો છે, માતાજીની ભક્તિ સાથે સેવાકીય પ્રવૃત્તિ થકી પણ પુણ્યનું ભાથું પીરસતા મહિનામાં શ્રી રઘુંવશી લોહાણા મહાજન સમાજની મહિલા પાંખ દ્વારા એક ઉત્તમ સેવાની મહેક પ્રસરાવવા માં આવી છે.

884503ae-68f2-4e4b-b688-52f306dde0ad

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રિના નવ દિવસ શ્રી રઘુવંશી લોહાણા મહાજન સમાજની મહિલા પાંખ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી ના જોગર્સ પાર્ક ખાતે સ્વાસ્થ્ય વર્ધક નિઃશુલ્ક કડવા લીમડાના મીઠા ગુણ સમાન લીમડાના રસનું વિતરણ કરવામાં આવે છે.

જોગર્સ પાર્ક ખાતે વહેલી સવારે જોગીંગ તેમજ કસરત માટે આવતા સ્વાસ્થ્ય પ્રેમીઓ આ કડવા લીમડાના રસનું હોંશેહોંશે સેવન કરીને મહિલાઓની પ્રવૃત્તિને બિરદાવી રહયા છે.અને મોટી સંખ્યામાં લોકો લીમડાના રસનું સેવન પણ કરી રહ્યા છે.

d4996f1c-c19b-406a-894c-606993d78c39

ઉલ્લેખનીય છે કે શ્રી રઘુવંશી લોહાણા મહાજન સમાજની સેવાકીય પ્રવૃત્તિ અન્ય માટે એકતા, સંગઠનનું જીવંત ઉદાહરણ બની ગઈ છે.

Next Story