Connect Gujarat
લાઇફસ્ટાઇલ

સંજીવકુમારના મોત બાદ આ હિરોઇનનું જીવન જાણે થંભી જ ગયું....

સંજીવકુમારના મોત બાદ આ હિરોઇનનું જીવન જાણે થંભી જ ગયું....
X

ફિલ્મ ‘શોલે’માં ઠાકુરનું પાત્ર ભજવી બોલિવૂડમાં અમર થઇ ગયેલા સંજીવ કુમારનો આજે જન્મદિન છે. સંજીવકુમારનો જન્મ 9 જુલાઇ 1938માં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ હરિહર જેઠાલાલ જરીવાલા હતું.

બોલિવૂડમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવવા માટે સંજીવકુમાર જાણીતા છે. યુવાન વયે તેઓ વયસ્ક વ્યક્તિનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવતા હતા. જે ‘આંધી’, ‘શોલે’ અને ‘ત્રિશૂલ’ ફિલ્મમાં જોઇ શકાય છે. સંજીવકુમાર બે નેશનલ એવોર્ડ જીત્યા હતા. એક્શન ડ્રામા, કોમેડી અને રોમેન્ટિક કોઇપણ રોલને ખૂબ જ સહજતાથી નિભાવી જાણનાર બહુમુખી પ્રતિભાશાળી સંજીવકુમાર હેમા માલિની પાછળ દિવાના હતા. તે વાત સૌ કોઇ જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સંજીવ કુમાર પાછળ પણ કોઇ પાગલ હતું. જે તેમના વિરહમાં આજે પણ એકાંત જીવન જીવી રહ્યું છે.

20ac0affa7d13933842ed08e3238ddd8

વાત છે એક સમયની અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતની. ફિલ્મ ઉલ્ઝનના શૂટિંગ વખતે તે સંજીવકુમારના પ્રેમમાં પડ્યા હતા. પરંતુ સંજીવ કુમાર હેમા માલિનીને પ્રેમ કરતા હોવાથી સુલક્ષણાના પ્રેમને તેમણે ઠુકરાવી દીધો હતો. ફિલ્મોમાં વયસ્ક પાત્રો સારી રીતે ભજવનાર સંજીવકુમાર ખુદ હ્રદયની બિમારીને કારણે માત્ર 47 વર્ષની વયે મૃત્યુ પામ્યા. પરંતુ સુલક્ષણા પંડિતે તેમના વિરહમાં સમગ્ર જીવન એકાંતવાસમાં પસાર કરી દીધું.

hema

ત્રણ વર્ષ પહેલાં જ સુલક્ષણાની બહેન વિજેતા પંડિતે એક જાણીતી ચેનલને જણાવ્યું હતું કે બધા લોકો સુલક્ષણાના સંજીવકુમાર માટેના પ્રેમને જાણે છે. પરંતુ કોઇને ખબર નથી કે સંજીવકુમારે સુલક્ષણાનો પ્રેમ ઠુકરાવ્યો તે બાદ ક્યારેય મારા દીદી પહેલાની જેમ સામાન્ય જીવન જીવી શક્યા નથી. તેમણે પોતાની જાતને તેમના રૂમ સુધી સીમિત કરી લીધી છે. તેઓ ભાગ્યેજ કોઇને મળે છે કે કોઇ સાથે વાત કરે છે. માત્ર કોઇવાર રેડિયો સાંભળે છે ટીવી તો ભાગ્યેજ જુએ છે. તેમના માટે જાણે સમય ત્યાં જ થંભી ગયો છે.

Screen shot 2010-10-23 at 11.56.18 AM

Next Story