Connect Gujarat
દેશ

'સંજૂ'નો બોક્સ ઓફિસ પર દબદબો, કરી રહી છે છપ્પરફાડ કમાણી

સંજૂનો બોક્સ ઓફિસ પર દબદબો, કરી રહી છે છપ્પરફાડ કમાણી
X

રણબીર કપૂરની આ ફિલ્મએ ચાર દિવસમાં જ કર્યું રૂપિયા 145 કરોડનું કલેક્શન

https://twitter.com/taran_adarsh/status/1014019660491063296

રણબીર કપૂર અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીની જોડીએ પહેલી જ વાર 'સંજૂ'માં સાથે જોવા મળી છે. પોતાની પહેલી જ ફિલ્મમાં તેમણે બોક્ષ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ રિલીઝ થયાના માત્ર ચાર જ દિવસમાં રૂપિયા 145 કરોડનો બિઝનેશ કર્યો છે. કોઈ તહેવાર કે સ્પેશિયલ વિકએન્ડ ન હોવા છતાં આ ફિલ્મએ બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે.

https://twitter.com/taran_adarsh/status/1014019821988544512

બોલિવૂડ એક્ટર રણબીર કપુર 'સંજુ' ના કારણે બોક્સઓફિસ પર છવાઈ ગયો છે. આ ફિલ્મે રિલીઝ થયા પછી થયેલા કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસે રૂપિયા 34.75 કરોડ, બીજા દિવસે રૂપિયા 38.60 કરોડની કમાણી કરી હતી. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 44 કરોડ રૂ.નું કલેક્શન કર્યું. આમ, આ ફિલ્મ ત્રણ દિવસમાં કુલ 117.35 કરોડ રૂ.ની કમાણી કરવામાં સફળ સાબિત થઈ છે.

https://twitter.com/taran_adarsh/status/1014019956780879872

'સંજૂ'નું ડિરેક્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ફિલ્મ સાથે તેણે સાબિત કરી દીધું છે કે તેઓ બોલિવૂડના સૌથી સફળ ડિરેક્ટર છે. ફિલ્મની વાર્તા સંજય દત્તના જીવન પર છે અને એમાં સંજય દત્તના જીવનના વળાંક દર્શાવવામાં આવ્યા છે. રણબીર એક જબરદસ્ત એક્ટર છે અને આ વાત 'સંજૂ'એ સાબિત કરી દીધી છે.

https://twitter.com/taran_adarsh/status/1013663995230748672

આ પહેલાં રાજકુમાર હિરાનીની 'પીકે', 'થ્રી ઇડિયટ્સ' અને 'મુ્ન્નાભાઈ એમબીબીએસ' જેવી ફિલ્મો બોક્સઓફિસ પર ધમાલ મચાવી ચૂકી છે પણ કમાણીની યાદીમાં 'સંજૂ' ટોપ પર છે.

Next Story