Connect Gujarat
દુનિયા

સંપત્તિના મામલામાં  મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ 

સંપત્તિના મામલામાં  મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ 
X

મુકેશ અંબાણી અલીબાબા ગ્રુપના સંસ્થાપક જૈક માને પાછળ છોડી આગળ

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને અલીબાબા ગ્રુપના સંસ્થાપક જૈક માને પાછળ છોડી આગળ વધવાની દિશામાં છે. રિલાયન્સ ભારતના માર્કેટમાં ઈ-કોમર્સને વેગ આપવાની દિશામાં પગલા માંડી રહ્યુ છે. બ્લુમબર્ગની રિપોર્ટ મુજબ, શુક્રવારે અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો વેપાર 1.7 ટકા વધી ગયો છે. સ્ટોકની કિંમત 1100.65 થઇ ગઇ છે, જે એક રેકોર્ડ હતો. અત્યારે જૈક માની સંપત્તિ 44 અબજ ડૉલર છે.

ચાલુ વર્ષે રિલાયન્સની સંપત્તિમાં 4 અબજ વધુ સામેલ થઇ ગયા છે. રિલાયન્સે પેટ્રોકેમિકલ્સની ક્ષમતાને વધાર્યુ છે અને જિયો શરૂ થતા રોકાણકારોનું આકર્ષણ જિયો તરફ વધી રહ્યુ છે. રિલાયન્સે પોતાના 21 કરોડ ટેલિકોમ ગ્રાહકોને એમેઝોન અને વૉલમાર્ટ દ્વારા ઈ-કોમર્સની સુવિધા આપવાની યોજના બનાવી છે. ઉલ્લેખનીય છે કે, 2018માં અલીબાબાના જૈક માને 1.4 અબજ ડૉલરનું નુકસાન થયું છે.

અંબાણી મોટો પ્રોજેક્ટ ચલાવવા માટે મનાય છે. જેમકે જામનગરનો રિફાઈનિંગ કોમ્પલેક્સ. ભારતનો સૌથી મોટો મોબાઈલ ડેટા નેટવર્કનો શ્રેય પણ રિલાયન્સને જાય છે. અંબાણીએ એક મીટિંગમાં કહ્યું હતું કે 2025 સુધી રિલાયન્સનો દાયરો બમણો થઇ જશે.

જીયો ઓગષ્ટમાં 1100થી વધુ શહેરોમાં ફાઈબર આધારિત ઈન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. રીલાયન્સે એક દાયકાના સમય બાદ 100 અબજ ડૉલર ક્લબમાં પ્રવેશ કર્યો છે. રીલાયન્સે નાની ટેલિકોમ કંપનીઓને માર્કેટ છોડવા પર મજબૂર કરી દીધા છે અથવા માલિકોએ વિલીનીકરણનો રસ્તો અપનાવ્યો છે. 2002માં ધીરૂભાઈ અંબાણીના નિધન બાદ ગ્રુપની બાગડોર મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ સંભાળી હતી. 2005માં બંને ભાઈઓએ કંપનીઓને અલગ-અલગ કરી દીધી હતી.

Next Story