Connect Gujarat
દેશ

સંસદની પરીક્ષામાં 10 ટકા અનામત બિલ પાસ

સંસદની પરીક્ષામાં 10 ટકા અનામત બિલ પાસ
X

રાજ્યસભામાં સામાન્ય વર્ગના ગરીબો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતા બિલને રાજયસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. મંગળવાર મોડી રાત્રે લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષરની જરૂર પડશે. મોટાભાગના પક્ષોએ બિલને રજૂ કરવામાં ઉતાવળ કરાઇ હોવાના આરોપ મૂક્યા હતા. વિપક્ષ દળોએ આ બિલને ચૂંટણીનો જૂમલો જણાવ્યો હતો.

સવર્ણ અનામત બિલ મામલે રાજ્યસભામાં થયેલ વોટિંગ દરમિયાન સમર્થનમાં 165 અને તેના વિરુદ્ધમાં 7 વોટ પડ્યા હતા. આ પહેલા બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવા માટે કનીમોઝીએ રજૂઆત કરી હતી. આ મામલે વોટિંગમાં 18 વોટ અને વિરુદ્ધમાં 155 વોટ પડ્યા હતા. જે સાથે જ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માગને રદ કરવામાં આવી હતી.

સવર્ણ અનામત માટે લાવવામાં આવેલ 124માં બંધારણીય સુધારણા બિલને લોકસભામાં એક દિવસ પહેલા ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. સરકાર પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂકી હતી કે, બિલને રાજ્યોની મંજૂરીની જરુરત નથી, એવામાં બિલને સીધુ જ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.

Next Story