Connect Gujarat
દેશ

સગીરવય ના બાળકો દ્વારા વાહન ચલાવીને અકસ્માત સર્જાશે તો તેમના પરિવારજનોને દંડ તેમજ 3 વર્ષની સજા થશે

સગીરવય ના બાળકો દ્વારા વાહન ચલાવીને અકસ્માત સર્જાશે તો તેમના પરિવારજનોને દંડ તેમજ 3 વર્ષની સજા થશે
X

દેશમાં એક સત્ય હકીકત છે કે રોડ સેફટીના નીતિ નિયમોનું પાલન વાહન ચાલકો કરતા જ નથી,જેના કારણે અકસ્માતો નું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે.ત્યારે હવે આવનાર સમયમાં વાહન વ્યવહાર ના નિયમોનો ભંગ કરવાના મામલે વધુ કડક કાયદો બનાવવામાં આવ્યો છે,જે આવતા સપ્તાહમાં સંસદમાં રજુ કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી,જેમાં મોટર વ્હિકલ (સંશોધન) વિધેયક 2016ને મંજુરી આપવામાં આવી હતી,અને તેને આવતા અઠવાડિયામાં સંસદ માં રજુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

વર્તમાન સમયમાં સગીર વયના બાળકો પણ નાના થી માંડીને મોટા વાહનો પણ બેફામ હંકારતા હોય છે અને અકસ્માતો પણ સર્જાતા હોય છે,ત્યારે આવા બનાવો માં હવે અકસ્માત સર્જાય અને કોઈનું મોત થાય તો આવા કિસ્સામાં સગીર વાહન ચાલકના પરિવારજનોને ત્રણ વર્ષની સજા તેમજ રૂપિયા 10000 ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

વધુમાં માર્ગ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય તો તેના પરિવારજનોને 4 મહિનાની અંદર વળતરના રૂપમાં 5 લાખ રૂપિયા મળશે જે આગાઉ 5 વર્ષનો સમય લાગતો હતો.જયારે દારૂના નશામાં ગાડી ચલાવવામાં આવે તો રૂપિયા 10000નો દંડ પણ થઇ શકે છે.જયારે સીટ બેલ્ટ,ટ્રાફિક સિગ્નલ તોડવું,હેલ્મેટ ન પહેરવા પર રૂપિયા 1000નો દંડ અને ત્રણ મહિના સુધી લાયસન્સ પણ રદ કરવામાં આવશે તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા પકડાશો તો રૂપિયા 5000નો દંડ થઇ શકે છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story