Connect Gujarat
દેશ

સચિને દબાણવશ જાહેર કરી હતી ટેસ્ટમાંથી નિવૃતિ !

સચિને દબાણવશ જાહેર કરી હતી ટેસ્ટમાંથી નિવૃતિ !
X

ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતીમાં ચાર વર્ષ સુધી મુખ્ય પસંદગીકાર તરીકેની ફરજ બજાવનાર સંદીપ પાટીલે સચિન તેંડુલકરના ટેસ્ટ સંન્યાસ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ સંદીપ પાટીલે સચિન તેંડુલકર અંગે પૂછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે એક પસંદગીકાર હોવાથી તમારા માટે સૌથી ખરાબ બાબત એ હતી કે તમારા નિર્ણયથી તમારે તમારો એક મિત્ર ગુમાવવો પડ્યો, જોકે, શું થઇ શકે આ પણ ખેલનો જ એક ભાગ હતો.

સંદીપ પાટીલના આ નિવેદનથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સચિનના સંન્યાસનો નિર્ણય તેને જાતે કર્યો નહોતો. પરંતુ તે માટે તેમને દબાણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરે 2012માં પાકિસ્તાનના પ્રવાસ પહેલા અચાનક વન-ડેમાંથી સંન્યાસ જાહેર કરી દીધો હતો. તેના લગભગ એક વર્ષ બાદ સચિને ટેસ્ટ મેચમાંથી પણ નિવૃતિ જાહેર કરી દીધી હતી. સચિને સંદીપ પાટીલના પસંદગીકાર તરીકેના કાર્યકાળ દરમિયાન જ ટેસ્ટમાંથી નિવૃતિ જાહેર કરી હતી.

Next Story