Connect Gujarat
દેશ

સચિન તેંડુલકરનો આજે 44મોં જન્મદિવસ,મુંબઈ ઇન્ડિયન્સ સેલિબ્રેશન કરશે

સચિન તેંડુલકરનો આજે 44મોં જન્મદિવસ,મુંબઈ ઇન્ડિયન્સ સેલિબ્રેશન કરશે
X

દુનિયાભરના વિક્રમ વિશ્વવિક્રમો સાથે ક્રિકેટના ભગવાન સુધીનું ઉપનામ મેળવનાર સચિન તેંડુલકર તારીખ 24મી એપ્રિલ સોમવારના રોજ 44 વર્ષના થયા છે. તા 24 એપ્રિલ 1973ના દિવસે જન્મેલા સચિન તેંડુલકર હાલ મુંબઈ ઇન્ડિયન ટીમના સર્વેસર્વા છે અને આ તબક્કે આજે વાનખેડે પર તે હાજર રહેશે અને પુણે સામેની મેચમાં મુંબઈને રમતા જોશે.

મુંબઈ અને પુણે વચ્ચે IPLની મેચ રમાશે ત્યારે સ્વાભાવિક રીતે આજની કેક ત્યારે જ મીઠી બને જયારે મુંબઈ પુણેને હરાવે, અને મુંબઈની ટીમ આજે સતત સાતમી જીત મેળવીને સચિનને વિજયની યાદગાર ગિફ્ટ આપવા માંગે છે.

દરમિયાન અહીંની લેજન્ડ્સ કલબે પણ ક્રિકેટ કબલ ઓફ ઇન્ડિયામાં લિટલ ચેમ્પિયનના બર્થડેને લગતા કાર્યક્રમનું આયોજન કર્યું છે , સચિન મુંબઈ વતી રણજી ટ્રોફીમાં ડેબ્યુ વખતે જે સદી ફટકારી હતી એ સમયે મેદાન પર હાજર રહેલા બરોડા અને મુંબઈના ભૂતપૂર્વ ખેલાડી વાસુ પરાંજપે આજના સમારંભમાં પ્રવચન આપશે.

Next Story