Connect Gujarat
ગુજરાત

સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી સ્કૂલ બસોમાં જીપીએસ સિસ્ટમ લાગશે

સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી સ્કૂલ બસોમાં જીપીએસ સિસ્ટમ લાગશે
X

સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી સ્કૂલ બસોમાં હવે જીપીએસ સિસ્ટમ લાગશે. જીપીએસ સિસ્ટમ થી મોબાઈલ પરજ બાળકોની બસ ક્યા છે તે અંગે વાલી, શાળા શિક્ષક તેમજ સર્વ શિક્ષા અભિયાન ડાયરેક્ટર જાણી શકશે.

બાળકો નિર્ભયતા પૂર્વક વાલી મોકલી શકે અને શિક્ષણનો લાભ તેમજ વ્યાપ વધે તે માટે શિક્ષણ વિભાગનો નવતર અભિગમ થી જિલ્લા સરકાર સંચાલિત 60 જેટલી સ્કૂલ બસ સહિત વાહનોમાં જીપીએસ સિસ્ટમ લાગશે.ગુજરાત રાજ્ય સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા સરકારી શિક્ષણ સુધારાના હેઠળ શાળાના બાળકો નિર્ભયતા પૂર્વક સ્કૂલ વાહનમાં શાળામાં આવી શકે તેમજ તેમના માતાપિતા પણ નિર્ભયતા થી મોકલી શકે અને બાળકો વિના અંતરાય સાથે શિક્ષણ મેળવી શકે તેવા આશ્રય થી નવતર અભિગમ અપનાવ્યો છે.

જેમાં ભરૂચ જિલ્લા એસ.ટી.પી યુનિટ અંતર્ગત ટ્રાન્સપોટ્રેશન માટે વાહનોમાં જી.પી.એસ.સિસ્ટમ મોબાઈલ બેઝ લગાવાનો નિર્ણય કરાયો છે.

જે અંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એ. ડોડીયાએ યાદીમાં જણાવ્યું હતું કે આ જીપીએસ સિસ્ટમ વાહનમાં લગાવા માટે જિલ્લા પ્રોજેક્ટ કો.ઓડીનેટરે કચેરી સર્વ શિક્ષા અભિયાન મિશન જિલ્લા પંચાયત ,રાણા મહેલ, ભરૂચ કચેરીનો શાળા મુખ્ય શિક્ષક દ્વારા સંપર્ક સાધવાનો રહેશે. ભરૂચ જિલ્લા 60 જેટલા વાહનો બાળકો શાળા ખાતે આવાગમન કરી રહ્યા છે, જે વાહન આ જીપીએસ સિસ્ટમ લગાવામાં આવશે.

Next Story