Connect Gujarat
દેશ

સવર્ણ આરક્ષણ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, 1 જ સપ્તાહમાં મળવા લાગશે લાભ

સવર્ણ આરક્ષણ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, 1 જ સપ્તાહમાં મળવા લાગશે લાભ
X

ગરીબ સવર્ણોને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં 10 ટકા અનામત આપવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષ કરી દીધા છે. આ સાથે જ આર્થિક રીતે પછાત સવર્ણોને અનામતનો માર્ગ મોકળો બન્યો છે. એક સપ્તાની અંદર જ અનામતનો લાભ મળવાનું પણ શરૂ થઈ જશે. સરકારે આ બાબતની અધિસુચના પણ જાહેર કરી દીધી છે.

સામાજીક ન્યાય અને કાયદા મંત્રાલય એક સપ્તાહની અંદર આ કાયદા સાથે સંકળાયેલી જોગવાઈઓને અંતિમ રૂપ આપશે.ઉલ્લેખનીય છે કે, સામાન્ય વર્ગના આર્થિક રૂપે પછાત લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં 10 ટકા અનામત આપવાના નિર્ણય પર નરેન્દ્ર મોદીની કેબિનેટે 7 જાન્યુઆરીએ મંજૂરીની મ્હોર મારી હતી. ત્યાર બાદ 8 જાન્યુઆરીએ સંવિધાન સંશોધન બિલને લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. તે જ દિવસે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. આ બિલના સમર્થનમાં 323 મત પડ્યાં હતાં જ્યારે વિરોધમાં 3 મત મળ્યા હતા॰

9 જાન્યુઆરીએ આ બિલને રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું. તેના માટે રાજ્યસભાની બેઠકને એક દિવસ માટે વધારવામાં આવી. રાજ્યસભામાં પણ આ બિલ પર લાંબી ચર્ચા થઈએ અને તે જ દિવસે આ બિલને સદનમાં મંજુરી આપવામાં આવી. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 165 મત પડ્યાં હતાં તો વિરોધમાં 7 મત મળ્યા હતા. બંને સદનમાં પસાર થઈ ગયા બાદ આ બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું હતું.

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ્દે આ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ બિલમાં અગાઉથી લાગુ એસસી, એસટી અને ઓબીસી સમુદાયને મળતી અનામત કરતા અલગ હશે.સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, એક સપ્તાહની અંદર જ ગરીબ સવર્ણોને અનામતની મળવાની શરૂઆત થઈ જશે

Next Story