Connect Gujarat
દુનિયા

સાઇનાએ બીજીવાર જીતી ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી

સાઇનાએ બીજીવાર જીતી ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી
X

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલે ફરી એકવાર દેશનું નામ રોશન કરતા ઓસ્ટ્રેલિયન ઓપન સુપર સિરીઝ જીતી લીધી છે.

સાઇનાએ વર્ષનો પોતાનો પહેલો ખિતાબ જીતતા ઓસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી પોતાના નામે કરી છે. અગાઉ 2004માં સાઇનાએ ઓસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી જીતી હતી. આ સાથે જ સાઇના પહેલી એવી ખેલાડી બની છે જેણે આ ખિતાબ બે વાર જીત્યું હોય.

સિડનીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ મેચમાં સાઇનાએ ચીનની સૂન યૂને 11-21, 21-14, 21-19થી હરાવી હતી. 75 મિનિટની રમત બાદ સાઇના તેની હરિફને હરાવવામાં સફળ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે સાઇના અને ચીનની સૂન વચ્ચે કુલ 6 મેચો રમાઇ છે. જેમાંથી સાઇનાએ 5માં વિજય મેળવ્યો છે. સાઇના હાલમાં વર્લ્ડ રેકિંગમાં નંબર આઠ પર છે.

Narendra Modi

Congratulations @NSaina for the stupendous victory. The entire nation is very proud of your sporting accomplishments.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને સાઇના નહેવાલને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story