Connect Gujarat
દુનિયા

સાઉથ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના યુવાને મેળવ્યા 3 ખિતાબ

સાઉથ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના યુવાને મેળવ્યા 3 ખિતાબ
X

યુવા ક્રિકેટરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ત્રણ મહત્વના ખિતાબ મેળવ્યા

ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં જાય છે ત્યાં ભારતનું નામ રોશન કરી દે છે. ભરૂચના દયાદરાના યુવા ક્રિકેટરે આફ્રિકાના કોંગોમાં રમાતી સોમિક પ્રીમિયમ લિગમાં ઓલરાઉન્ડર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. દયાદરા સ્થિત યુવાન ક્રિકેટરના ઘરે ગ્રામજનોએ જઈ તેમના પિતાને અભિનંદન પાઠવ્યા હતા.

index-2

ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાંથી ધંધા રોજગાર અર્થે આફ્રિકા ખંડના અનેક દેશોમાં કેટલાય કુટુંબોએ ત્યાં જ વસવાટ કરી દીધો છે. એમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. યુવાનો ધંધો કરવા સાથે પોતાનામાં રહેલી ગર્ભિત શક્તિઓને આફ્રિકા ખંડમાં ઉજાગર કરતા રહયા છે.

index-1

આફ્રિકાના કોંગો દેશમાં જ્યાં 3000 જેટલા ભારતીયો વસેલા છે. કોંગોમાં સોમિક નામની કંપની દ્રારા દર વર્ષે સોમિકા પ્રીમિયમ લીગ ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે. જેમાં 12 જેટલી ટીમો ભાગ લે છે. પ્રીમિયમ લીગમાં ભારતીય ખિલાડીઓ પણ ઉત્સાહભેર ભાગ લે છે. ચાલુ વર્ષે પ્રીમિયમ લીગમાં એમ.સી.એસ. ટીમ ફાઇનલ માં વિજેતા બની હતી. તેમાં ભરૂચના દયાદરા ગામે ડે. સરપંચ ઇબ્રાહિમ બાજીભાઈના 31 વર્ષીય પુત્ર સુહેલની મહત્વની ભૂમિકા રહેલી છે. 13 વર્ષની ઉમરથી ક્રિકેટ રમવાનો શોખ ધરાવતો સુહેલ ભરૂચ ડીસ્ટ્રીકટ ક્રિકેટ સહિત ભરૂચની નામાંકિત ટીમોમાં ગણના ધરાવતી ઇસ્માઇલ મતાદારની ટીમ વતી રમી ચુક્યો છે. છેલ્લા આઠ વર્ષથી આફિકાના કોંગો દેશમાં સ્થાયી થયેલ રમતવીર સુહેલે સોમિક પ્રીમિયમ લીગમાં M.C.S ટીમ વતી રમ્યો હતો. જેમાં તેણે બેટ અને બોલ થકી સામેની ટીમોને પરાજય તરફ ધકેલવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો ટુર્નામેન્ટ માં પાંચ વાર મેન ઓફ ધ મેચ બન્યો હતો. પોતાની આગવી બોલીંગ થકી ટુર્નામેન્ટમાં 24 વિકેટ અને બેટિંગ કરીને 303 રન બનાવ્યા હતા. જેમાં એક સેન્ચુરીનો સમાવેશ થાય છે. આ અંગે સુહેલના પિતાનો કનેક્ટ ગુજરાત દ્વારા સંપર્ક કરાતા દીકરાની મેળવેલ સિધ્ધિ વિશે પુછતાં તેઓ ગદગદીત થઈ ગયા હતા. તેમણે કહયું કે મારો પુત્ર બાળપણથી જ ક્રિકેટનો શોખીન હતો અને તે પહેલેથી જ સારુ ક્રિકેટ રમતો હતો.

index

ભારત બહાર આફ્રિકાનો કોંગો દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સુહેલના ઘરે દયાદરાના ગ્રામજનોએ તેમના પિતાને અભિનંદન પાઠવ્યા હતા.

index-3

આફ્રિકાના કોંગોમાં વસતા દયાદરાના સુહેલ બાજીભાઈએ ત્યાં રમાતી સોમિક પ્રીમિયમ લીગમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરી ફાઇનલમાં પોતાની ટીમને વિજેતા બનાવા અહમ ભૂમિકા ભજવી હતી. જે સંદર્ભમાં વોટ્સઅપના માધ્યમથી ક્રિકેટર સુહેલનો સંપર્ક સાધતા તેમને જણાવ્યુ હતુ કે ક્રિકેટ એ અતિ મહત્વની ગેમ છે. અહીંના લોકો કોંગોમાં ભારતીયને માત્ર બિઝનેસ મેન તરીકે જુવે છે. ભારતમાં જેમ ક્રિકેટનો ફીવર છે એવો જ ફીવર અહીં ઉભો કરી ભારતનું નામ રોશન કરવુ છે. સાથે કહયું હતુ કે ભરૂચ જિલ્લામાં ઘણા સારા યુવા ક્રિકેટર છે. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતી ઘણી જ ખરાબ છે. આવા યુવા ક્રિકેટર માટે ક્રિકેટ બોર્ડ ક્રિકેટ કેમ્પનું આયોજન કરીને સિલેક્શન કરીને સારા ક્રિકેટરો માટે ઘણું હિતાવહ નીવડશે.

Next Story