Connect Gujarat
ગુજરાત

સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં ઉમટ્યા લાખો પ્રવાસીઓ

સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં ઉમટ્યા લાખો પ્રવાસીઓ
X

તા.૯ થી ૧૩ નવેમ્બર દરમિયાન સરેરાશ સાડા ત્રણ લાખ લોકોએ લીધી સાપુતારાની મુલાકાત

સહેલાણીઓની સુરક્ષા વ્યવસ્થા, તથા સ્વચ્છતા માટે તંત્રએ ઉઠાવી જહેમત

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આયોજિત દિવાળી ફેસ્ટિવલમાં, દિવાળી વેકેશન દરમિયાન લાખોની જનમેદની ઉમટતા સ્થાનિક ધંધાર્થીઓ સહિત હોટલ ઉદ્યોગ, મનોરંજક રાઇડ્સના સંચાલકો, એડવેન્ચર એક્ટિવિટીના સંચાલકો વિગેરે માટે આ વેકેશન શુભ સાબિત થવા સાથે, જિલ્લા પ્રશાસનના પ્રયાસો સફળ રહેવા પામ્યા છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="72740,72741,72742,72743,72744,72745,72746,72747,72748,72749,72750,72751,72752"]

ગત તા.૩જી નવેમ્બર થી રપમી નવેમ્બર, ૨૦૧૮ સુધી અહીં જિલ્લા કલેક્ટર શ્રી બી.કે.કુમારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ચીફ ઓફિસ દ્વારા ર૩ દિવસના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેના દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરાયુ છે. જે અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દરરોજ સાંજે ૭ વાગ્યાથી સ્થાનિક ગીત, સંગીત અને નૃત્યોની રમઝટ સાથે મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા, મેજીક શો, લોક ડાયરો, હાસ્ય દરબાર જેવા કાર્યક્રમોના સથવારે સાપુતારાના સહેલાણીઓ તેમનુ વેકેશન રંગેચંગે મનાવી રહ્ના છે.

સાપુતારાના ચીફ ઓફિસર શ્રી કે.પી.ગામીત સાથે થયેલી ચર્ચા અનુસાર તા.૯ થી ૧૩ નવેમ્બર, ૨૦૧૮ દરમિયાન અહીંથી દરરોજના ર હજારથી વધુ ફોરવ્હીલ વાહનો ઉપરાંત પ થી ૬ હજાર જેટલા ટુ વ્હીલરો, પ્રવાસી બસો, મીની બસો, સરકારી બસો, ટ્રક સહિત અનેક નાનામોટા વાહનોની અવરજવર રહેવા પામી હતી. એક અંદાજ મુજબ આ દિવસો દરમિયાન દરરોજ અહીં ૭૦ થી ૭૫ હજાર પ્રવાસીઓએ ગિરિમથકની મુલાકાત લઇને, અહીંની પ્રકૃત્તિને મનભરીને માણી છે. તો સાથે સાથે અહીં વેપાર ધંધા કરતા નાનામોટા રોજગારર્થીઓ, ધંધાદારીઓ, હોટલ ઉદ્યોગ, મનોરંજક અને એડવેન્ચર રાઇડ્સના સંચાલકોને પણ ભરપૂર રોજગારી કમાવાનો મોકો મળવા પામ્યો છે.

લાખો લોકોની અવરજવરથી ધમધમતા સાપુતારાની ગરિમાને હાની ન પહોîચે, સહેલાણીઓ અહીં તેમના પરિવાર સાથે સૂપેરે આનંદપ્રમોદ કરી શકે, તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ ખલેલ ન પહોîચે તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન, પાર્કિંગ સહિત સ્વચ્છતાનો પણ વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો છે. જેને લઇને કોઇ પણ જાતના અનિચ્છનિય બનાવ વિના પ્રવાસીઓ તેમનુ વેકેશન ગિરિમથકની ગોદમાં વિતાવી રહ્નાં છે, તેમ પણ શ્રી કે.પી.ગામીતે વધુમાં ઉમેયુ* હતું.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતનાં આ એકમાત્ર લાડકા ગિરિમથક ખાતે પ્રકૃતિના અનમોલ ખજાના સાથે સહેલાણીઓને અનેકવિધ મનોરંજક રાઇડ્સ માણવાની તક પણ ઉપલબ્ધ થઇ રહી છે. અહીં મનુષ્યના આકાશમાં ઉડવાના ઓરતા પુરા કરતી પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી સહિત બે પહાડોની વચ્ચે ઝુલતી રોપ-વે ટ્રોલી, સાપુતારાના હાર્દ સમા તળાવમાં પેડલ બોટની સહેલગાહ, કપલ બાઇસિકલ, સાપુતારા દર્શન કરાવતી ટોય ટ્રેન, ઇલે.બાઇક્સ અને કાર સાથે ઘોડા તથા ઊંટની સવારી પણ પ્રવાસીઓ મનભરીને માણી રહ્નાં છે. તો જમવાના શોખીન ગુજરાતીઓ સહિત ગુજરાત બહારના પ્રવાસીઓ માટે અહીં એક એકથી ચડિયાતી વાનગીઓનો રસથાળ હાજરાહજૂર છે.

સાંઇ બજારના ઢાબા, રોડ સાઇડની લારીઓ, સ્ટાર હોટેલ્સની આખી શ્રૃંખલા, સુગર એન્ડ સ્પાઇસ સહિતની નામી રેસ્ટોરાં, સ્થાનિક ડાંગી ફૂડ પીરસતી નાહરી રેસ્ટોરન્ટ ઉપરાંત વેજ, નોનવેજ પીરસતી એક એકથી ચડિયાતી હોટલ્સ અહીં મોજૂદ છે. જેનો લુફત પણ સાપુતારાના સહેલાણીઓ ઉઠાવી રહ્નાં છે.

Next Story