Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહેલ એક રીક્ષામાં અચાનક આગથી મચી નાસભાગ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહેલ એક રીક્ષામાં અચાનક  આગથી મચી નાસભાગ
X

આજરોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે નં. ૮ ઉપર ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ નજીકથી ગાંધીનગરના રિક્ષાચાલક પોતાની રીક્ષા નં. GJ-18-AU-3162 લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમીયાન રિક્ષામાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. રિક્ષાચાલક ઠાકોર વિનોદ કાંતિજી કે જેવો હિંમતનગર ખાતે મુસાફરોને ઉતારી પરત ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રિક્ષામાં લાગેલ આગ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર આગ ઓટોરિક્ષામાં પકડાઈ ગઈ હતી.

જેના કારણે અવરજવર કરતા લોકોમાં નાસભાગ મચી હતી. આસપાસના સ્થાનિકોને આગ લાગવાની ઘટનાના સમાચાર મળતાની સાથે જ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ત્યાર બાદ પ્રાંતિજ નગરપાલિકામાં જાણ કરાતા પ્રાંતિજ ફાયર ટીમના મુકેશ પરમાર, ગોપાલ પટેલ ફાયર વિભાગના કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રિક્ષામાં લાગેલ આગ ઉપર પાણીનો મારો શરૂ કર્યો હતો. જે બાદ તેઓએ સમગ્ર આગ ઉપર આગ કાબૂ મેળવ્યો હતો. જો કે રિક્ષા આગમાં બળીને ભડથું થઇ ગઈ હતી. પ્રાંતિજ પોલીસને પણ આગના સમાચાર મળતા તાત્કાલિક દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં રિક્ષાચાલકનો આબાદ બાચવ થયો હતો.

Next Story