Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે બ્રહ્માણી માતાના જન્મ દિવસ નિમિતે કેક કાપી ભવ્ય ઉજવણી કરાઇ

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે બ્રહ્માણી માતાના જન્મ દિવસ નિમિતે કેક કાપી ભવ્ય ઉજવણી કરાઇ
X

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે, ત્યારે પ્રાંતિજ ખાતે આવેલ સુપ્રસિધ્ધ બ્રહ્માણી માતાના મંદિર ખાતે બ્રહ્માણી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્માણી માતાના જન્મ દિવસ નિમિતે કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

[gallery td_gallery_title_input="સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે બ્રહ્માણી માતાના જન્મ દિવસ નિમિતે કેક કાપી ભવ્ય ઉજવણી કરાઇ" td_select_gallery_slide="slide" size="large" ids="113794,113795,113796,113797" orderby="rand"]

નવલી નવરાત્રીના પ્રથમ બે નોરતે મેઘરાજા વિધ્ન બનતા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. મેઘરાજાએ ત્રીજા નોરતે ખમૈયા કરતાં ત્રીજા નોરતાથી ગરબા રસિકો ગરબે ઘૂમતા જોવા મળ્યાં હતાં. નવરાત્રિ માટે ખૈલયાઓ પોતાનો સમય વ્યર્થ કરવા ન માંગતા હોય તેમ ગરબે ઘુમતા નજરે પડ્યા હતાં.

પ્રાંતિજ ખાતે શ્રી બ્રહ્માણી માતાના મંદિરે બ્રહ્માણી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચમાં નોરતે માં બ્રહ્માણી માતાના જન્મ દિવસ નિમિતે કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પટેલ સમાજના પ્રમુખ અમરત પટેલ અને મલ્ટી પર્પજ સોસાયટી ચેરમેન અમરત પટેલ દ્વારા કેક કાપવામાં આવી હતી. બાળકો સહિત મંદિરે આવતા દર્શનનાથીઓને કેકનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. શ્રી બ્રહ્માણી માતાના જન્મ દિવસે હજારોની સંખ્યામાં માઇભકતો, પટેલ સમાજ તથા પ્રાંતિજ તાલુકામાંથી માઇભકતોએ માંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story