Connect Gujarat
ગુજરાત

સાયન્સ એક્સપ્રેસ ટ્રેન 20 એપ્રિલે પહોંચશે વલસાડ

સાયન્સ એક્સપ્રેસ ટ્રેન 20 એપ્રિલે પહોંચશે વલસાડ
X

વિશ્વવમાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝૂમવા માટે દુનિયાના દેશો ભારે મહેનત કરી રહ્યા છે,અને તેના થી કુદરત ને બચાવવા માટે વિવિધ જાગૃતિ લક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે.બદલાતી કુદરતી પ્રક્રિયા પાછળ પણ ગ્લોબલ વોર્મિંગ જ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગ શું છે?તેની આડ અસરો,નુકશાન તેમજ ગ્લોબલ વોર્મિંગ થી પૃથ્વીને બચાવવા માટે સહિતની માહિતીઓ થી લોકોને માહિત ગાર કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરીને સાયન્સ એક્સપ્રેસ ટ્રેન 20 એપ્રિલે વલસાડ સ્ટેશને પહોંચશે.

આ ટ્રેન ગ્લોબલ વોર્મિંગથી લોકોને માહિતગાર કરશે,તેમજ ગ્લોબલ વોર્મિંગ ને રોકવા માટે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કેવા પગલાં લઇ શકાય તેની જાણકારી પુરી પાડે છે. કુલ 16 કોચમાં વિવિધ પ્રદર્શનોથી

ગ્લોબલ વોર્મિંગનો મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે.

સાયન્સ એક્સપ્રેસ ટ્રેન દેશના કુલ 24 રાજ્યોમાં 18,000 કિમીનું અંતર કાપી લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે. આ પ્રદર્શની ટ્રેન વિજ્ઞાન ટેકનિકલ વિભાગ તેમજ પર્યાવરણ અને વન મંત્રાલયનું સંયુક્ત સાહસ છે. સાયન્સ એક્સપ્રેસ

ટ્રેન ગુજરાતના વલસાડ સ્ટેશન, આણંદ સ્ટેશન, પાટણ સ્ટેશન, હાપા, જૂનાગઢ તેમજ ગાંધીનગર સ્ટેશન પરથી પસાર થશે. રાજ્યના વિદ્યાર્થીઓને પ્રદર્શની ટ્રેન બતાવવા માટે વિવિધ સ્કુલોને પત્રો મોકલી દેવામાં આવ્યા છે. જે

સ્ટેશનો પર ટ્રેનનું આગમન થવાનું છે ત્યાં પણ જાહેરાત કરવામાં આવી રહી છે.

Next Story