Connect Gujarat
ગુજરાત

સાહેબ મારી પાસે બોમ્બ છે મારે રાજકોટને ઉડાડવુ છે એરપોર્ટ ક્યા આવ્યુ

સાહેબ મારી પાસે બોમ્બ છે મારે રાજકોટને ઉડાડવુ છે એરપોર્ટ ક્યા આવ્યુ
X

રાજકોટમાં દેશી બનાવટના બોમ્બ સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.અને એરપોર્ટ ને ઉડાવવા ની પોલીસને વાત કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.

રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ગણપત નામના નો એક તારીખ 18મી ની મોડી રાત્રે પહોંચ્યો હતો, અને ફરજ પર હાજર રહેલા પોલીસ અધિકારીઓ ને પોતાની પાસે બોમ્બ હોવાનુ જણાવ્યુ હતુ.

ગણપતે પોલીસને રાજકોટ અને એરપોર્ટ ને ઉડાવવું હોવાનું કહીને તે ક્યાં આવ્યુ તે પણ પોલીસને પુછ્યુ હતુ. ફરજ પર હાજર રહેલા પોલીસે ગણપતની અટકાયત કરીને તેની તલાસી લીધી હતી.

તલાશીમાં ગણપત પાસેથી એક છરી તેમજ એક દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો હતો. જો કે ત્યારબાદ તરત કુવાડવા પોલીસે એસઓજી અને બોમ્બ ડિઝપોઝલ સ્કવોડને બોલાવી હતી. બિડિએસની ટીમે બોમ્બને થોડે દુર લઈ જઈ ડિફયુઝ કર્યો હતો.

મોડી રાત્રે 3.30 કલાકે ગણપતને લઈ એસઓજીની ટીમ ગણપતના ઘરે લઇ ગઈ હતી.પોલીસ અધિકારીઓ ના જણાવ્યા પ્રમાણે ગણપત પ્રાથમિક દ્રષ્ટીએ મગજનો અસ્થિર હોવાનુ જણાઈ આવ્યુ હતુ.

Next Story