Connect Gujarat
દુનિયા

સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી 

સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી 
X

ગ્લોબલ પાસપોર્ટ પાવર રેન્ક 2017નાં સર્વે પ્રમાણે સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે, અને ભારતનાં પાસપોર્ટનું સ્થાન 75મું છે. જો કે ભારત અગાઉના સ્થાન કરતા ત્રણ પોઇન્ટ આગળ વધ્યુ છે. આ ક્રમમાં જર્મની બીજા ક્રમે અને સ્વિડન તેમજ દ. કોરિયા ત્રીજા ક્રમે છે.

ગ્લોબલ ફાઇનાન્શિયલ એડવાઇઝરી આર્ટન કેપિટલે યોજેલા આ સર્વેમાં જણાવ્યું છે કે, સિંગાપોર પાસપોર્ટની સ્થિતિને ધ્યાનમાં લઈને પારાગ્વેએ સિંગાપોરવાસીઓ માટે વિઝાની જરૃરિયાત રદ કરી હતી. વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી પાસપોર્ટમાં મોટા ભાગના યુરોપિયન દેશો હતા. છેલ્લા બે વર્ષથી જર્મની ટોચના ક્રમે હતુ. આ વર્ષે સિંગાપોર પ્રથમ ક્રમે રહ્યું છે

Next Story