Connect Gujarat
દેશ

સિંહસ્થ કુંભમાં ભારે વરસાદ અને તોફાનોને કારણે સર્જાઇ દુર્ઘટના,6ના મોત

સિંહસ્થ કુંભમાં ભારે વરસાદ અને તોફાનોને કારણે સર્જાઇ દુર્ઘટના,6ના મોત
X

મધ્યપ્રદેશની પ્રાચીન નગરી ઉજ્જૈનમાં યોજાઇ રહેલા સિંહસ્થ કુંભ મેળામાં ગુરૂવારે તોફાન સાથે વરસાદ આવતા દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જેમાંથી મોટાભાગના લોકોના મોત શહેરના મંગલનાથ ઝોનમાં થયા હતા. જ્યાં પંડાલની ગુફાઓ આવેલી હોવાથી શ્રદ્ધાળુઓ ફસાઇ ગયા હતા.

આ અંગે સિંહસ્થ કુંભમેળાનો ચાર્જ સંભાળી રહેલા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહે એક ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું હતું કે 6 લોકોના મોત થયા છે તેમજ 25થી 30 લોકો ઘાયલ થયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના લોકોને નાની-મોટી ઇજાઓ થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જ્યારે બે લોકોને વધુ સારવાર અર્થે ઇન્દોર ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલથી શરૂ થયેલા સિંહસ્થ કુંભમેળામાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉજ્જૈનની મુલાકાતે આવી રહ્યા છે.

Next Story