Connect Gujarat
ગુજરાત

સિંહ સાથે સેલ્ફીઃ રવિન્દ્ર જાડેજાએ એડવાન્સ દંડ પેટે ભર્યા 20,000

સિંહ સાથે સેલ્ફીઃ રવિન્દ્ર જાડેજાએ એડવાન્સ દંડ પેટે ભર્યા 20,000
X

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સિંહ સાથે સેલ્ફી લેવાના કેસમાં એડવાન્સ 20,000 રૂપિયાનો દંડ ભરી દીધો છે. જાડેજાના પ્રતિનિધિ દ્વારા દંડની આ રકમ ચૂકવવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ઘટના વખતે જાડેજા સાથે રહેલા વન કર્મચારીઓના નિવેદન નોંધી ખાતાકીય કાર્યવાહી શરૂ કરાઇ હતી અને સમગ્ર રિપોર્ટ તૈયાર થઇ ગયાનું જાણવા મળી રહ્યું છે. આવતા અઠવાડિયે આ રિપોર્ટ રાજ્યના મુખ્ય વન સંરક્ષકને મોકલવામાં આવશે. ત્યારબાદ જ જાડેજાને કેટલી સજા અને દંડ થશે તે નક્કી કરવામાં આવશે. નિયમ અનુસાર જાડેજાને દંડની સાથે અન્ય સજા પણ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે રવિન્દર જાડેજાએ 16 જૂન 2016ના રોજ તેમની અર્ધાંગિની રીવાબા સાથે ગીરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન જાડેજાએ જીપમાંથી નીચે ઉતરીને સિંહ સાથે સેલ્ફી લીધી હતી. જીપમાંથી નીચે ઉતરીને સેલ્ફી લેવા બદલ વન વિભાગે તેમની સામે તપાસના આદેશ આપ્યા હતા.

Next Story