Connect Gujarat
ગુજરાત

સુરતઃ પીકઅપ વાનનાં ચાલકે બાઈકને અડફેટે લેતાં બે યુવકોનાં મોત, પોલીસ ઘટના સ્થળે

સુરતઃ પીકઅપ વાનનાં ચાલકે બાઈકને અડફેટે લેતાં બે યુવકોનાં મોત, પોલીસ ઘટના સ્થળે
X

ભેસ્તાન વિસ્તારામાં આવેલા આવાસમાં રહેતા બે મિત્રો બાઈક ઉપર જઈ રહ્યા હતા

સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં બાઈક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત થતાં બે યુવતોનાં મોત નિપજ્યા હતા. ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. બન્ને મીલના કામદાર હોવાની સાથે કતારગામમાં રહેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતો દેવ બંસી ભોયે ભેસ્તાન નજીક વડાપાંઉની લારી ચલાવતો હતો. આજરોજ ઘરેથી તેમનાં મિત્ર પવન સાથે બાઈક લઈને નીકળ્યો હતો. દરમિયાન પાંડેસરા ભેસ્તાન બ્રીજ પરપીકઅપ ટેમ્પોએ બન્નેને અડફેટે લીધા હતાં.જેમાં ગંભીર ઈજાને કારણે દેવ અને પવનના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જક પીકઅપનો ચાલક સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. ઘટના સંદર્ભે ડીંડોલી પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story