સુરતઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ આવતીકાલે સુરતની મુલાકાતે
BY Connect Gujarat12 Feb 2019 12:10 PM GMT
X
Connect Gujarat12 Feb 2019 12:10 PM GMT
પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે મિટિંગ કરશે
મહારાષ્ટ્ર રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ આવતીકાલે સુરત જિલ્લાની મુલાકાતે આવનાર હોવાથી તંત્ર દ્વારા પુરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના પગલે પક્ષને જીતાડવા માટે અવનવા નુસખા કરતા હોય છે. મહારાષ્ટ્ર રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ આવતીકાલે સુરત જિલ્લાની મુલાકાતે આવનાર છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ દ્વારા સુરતના માંડવીના રીનરફ્રન્ટની મુલાકાત લઈ સુરત અને નર્મદા જિલ્લાના કાર્યકરો સાથે લોકસભાની ચૂંટણી પગલે પક્ષના કાર્યકરો અને આગેવાનો સાથે મિટિંગ કરશે.
Next Story