Connect Gujarat
ગુજરાત

સુરતઃ- લજામની ચોક પાસે તાપી નદીમાં કાર ખાબકતા પંથકમાં ચકચાર મચી ગઈ

સુરતઃ- લજામની ચોક પાસે તાપી નદીમાં કાર ખાબકતા પંથકમાં ચકચાર મચી ગઈ
X

રેસ્ક્યુ વિભાગની ટીમને કારમાંથી એક મૃતદહ મળી આવ્યો, કારમાં ત્રણથી ચાર લોકો હોવાની આશંકા.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં લજામની ચોક પાસેથી પસાર થતી તાપી નદીમાં કાર ખાબકતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે સ્થળ પર ધસી રેસ્કયુ ઓપરેશન હાર્થ ધર્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના મોટા વરાછા વિસ્તારના લજામની ચોક પાસે કાર ચાલકનો કોઈ કારણસર સ્ટિયરીંગ પર કાબુ ન રહેતા કાર તાપી નદીમાં ખાબકી હતી. બનાવ અંગે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર વિભાગે ફરિયાદના આધારે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. રેસ્ક્યુ વિભાગની ટીમને કારમાંથી એક મૃતદેહ બહાર કાઢયો હતો. ઉલ્લેખનીય છે કે કારમાં અંદાજે ત્રણથી ચાર શખ્સો સવાર હોવાની આશંકા સેવાઈ રહી છે.

Next Story