Connect Gujarat
ગુજરાત

સુરતઃ લિંબાયતમાં મોડી રાત્રે યુવાનની હત્યા, એક જ વિસ્તારમાં સપ્તાહમાં ત્રીજી હત્યા

સુરતઃ લિંબાયતમાં મોડી રાત્રે યુવાનની હત્યા, એક જ વિસ્તારમાં સપ્તાહમાં ત્રીજી હત્યા
X

સુરતનાં લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનની હત્યા કરી દેવામાં આવતાં ચકચાર મચી હતી. લિંબાયત વિસ્તારમાં જ માત્ર એક સપ્તાહનાં ગાળામાં આ ત્રીજી હત્યાથી લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. બીજી તરફ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સુરતનાં લિંબાયત વિસ્તારમાં રહેતા એક યુવાને અગાઉ પોલીસમાં અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, પોતાના જીવને જોખમ છે. જોકે લિંબાયત પોલીસે આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નહોતું. આખરે મંગળવારની મોડી રાત્રે અજાણ્ચા શખ્સોએ હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા કરી નાસી છૂટ્યા હતા. યુવાનની હત્યાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મૃતક યુવાનની લાશને ખાનગી હોસ્પિટલમાં ખસેડી જ્ચાં સુધી હત્યારાઓ ઝડપાય નહીં ત્યાં સુધી લાશનો કબજો લેવાનો પરિવારજનોએ ઈન્કાર કરી દીધો હતો. એક જ વિસ્તારમાં માત્ર એક સપ્તાહનાં ગાળામાં ત્રીજી હત્યાથી પોલીસની સુરક્ષાનાં લીરે લીરા ઉડાવી રહેલાં અસામાજીક તત્વો જાણે પોલીસને ચેલેન્ચ ફેંકી રહ્યાં હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે હત્યાની ઘટનાઓને પગલે વિસ્તારનાં લોકો પણ ભયના ઓથાર હેઠળ આવી ગયા હતા.

Next Story