Connect Gujarat
ગુજરાત

સુરતઃ BJP પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપર દુષ્કર્મના આરોપ બાદ યુવતી નિવેદન નોંધાવવા પહોંચી

સુરતઃ BJP પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપર દુષ્કર્મના આરોપ બાદ યુવતી નિવેદન નોંધાવવા પહોંચી
X

જયંતિ ભાનુશાલી સામેના દુષ્કર્મના આરોપમાં યુવતી નિવેદન નોંધાવવા પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી

ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલી પર દુષ્કર્મનો આક્ષેપ કરતી અરજી કરીને સુરતની યુવતી ગુમ થઈ ગઈ હતી. જે યુવતી આજે પોલીસ કમિશનર કચેરીએ પોતાનું નિવેદન નોંધાવવા માટે પહોંચી હતી. જે આવે તે પહેલાં પોલીસ કમિશનર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો એકઠાં થયા હતા. ભારે ભીડનાં પગલે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ધર્ષણ સર્જાયું હતું. જેમાં કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરતનાં યોગી ચોક વિસ્તારની એક યુવતીએ સાત દિવસ પહેલાં પોલીસને અરજી કરી હતી, જેમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલીએ ફેશન ડિઝાઈનિંગ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અરજીની તપાસ ત્રણ પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. છેલ્લે આ તપાસ સરથાણા પોલીસ કરી રહી છે. સાત દિવસ બાદ પણ પોલીસને રીના મળી ન હતી. દરમિયાન આજે યુવતી નિવેદન નોંધાવવા પોલીસ કમિશનર કચેરી પહોંચવાની હોવાની જાણ થતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો પહોંચી ગયા હતા. જ્યાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. દરમિયાન યુવતી પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી.

યુવતી કારમાં પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. દરમિયાન યુવતીને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી. અને એક પોલીસ ઓફિસર કારમાં બેસી કારને ઝડપથી ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવી હતી. જ્યાં યુવતીનું નિવેદન અને પૂછપરછની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story