Connect Gujarat
ગુજરાત

સુરત:જનેતાએ બાળકીને કચરા પેટીમાં ત્યજી દેતા મોત, માતાની થઈ ધરપકડ

સુરત:જનેતાએ બાળકીને કચરા પેટીમાં ત્યજી દેતા મોત, માતાની થઈ ધરપકડ
X

મધર્સ ડે પર માતૃત્વ લજવાયું, માતાએ બાળકીને ત્યજી દેતા મોત થયું હતું

પોલીસ બાતમી આધારે માતાને ઝડપી પાડી

સુરતના વરાછા વિસ્તારમાં દોઢ મહિના પહેલાં એક બાળકીને કચરા પેટીમાં ત્યજી દેતા મૃત હાલતમાં મળી આવી હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસે નિષ્ઠુર માતા વિરુદ્ધ વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન વરાછા પોલીસને બાતમી મળતા મધર્સ ડે પર માતૃત્વ લજવનાર માતાની ધરપકડ કરવામાં આવી છે. દોઢ મહિના પહેલાં બાળકીને ત્યજી દઈ મોતને ભેટો કરાવનાર નિષ્ઠુર માતા વિરૂદ્ધ ચોતરફથી ફિટકાર વરસાવવામાં આવી હતી.

Next Story