Connect Gujarat
ગુજરાત

સુરત:જૂની અદાવતમાં ગોડાદરામાં ઘર નજીક જ યુવકને છરીના ઘા મારી કરાઇ હત્યા

સુરત:જૂની અદાવતમાં ગોડાદરામાં ઘર નજીક જ યુવકને છરીના ઘા મારી કરાઇ હત્યા
X

3 અજાણ્યા ઈસમો હુમલો કરી બાઇક ઉપર ફરાર થઈ ગયા

સુરતના ગોડાદરા લિંબાયત વિસ્તારમાં આવેલા કલ્પના રો હાઉસ સોસાયટી નજીક બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો દ્વારા એક યુવક પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જેમાં યુવકનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

સુરતના ગોડદરા લિંબાયત વિસ્તારમાં આવેલા કલ્પના રો હાઉસ નજીક ઓટલા પર કિશન ફોટો પાટીલ નામનો યુવક એક ઓટલા પર બેઠો હતો. દરમિયાન ૩ અજાણ્યા ઈસમો બાઈક પર ઘસી આવ્યા હતા અને યુવક ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. જોકે, કિશન ફોટો પાટીલને ગંભીર ઈજા થવા છતા બચવાનો પ્રયાસ કર્યો હતો અને નજીકમાં આવેલા ઘર સુધી પહોંચી ગયો હતો. જોકે, તે ઘરના દરવાજા પર જ ફસડાઈ પડ્યો હતો.આ ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે યુવકના પરિવાર દ્વારા થોડા દિવસ થયેલ ઝઘડાની અદાવતે હિંસક હૂમલો કરાયાનો આક્ષેપ પણ કરી રહ્યું છે.બીજી તરફ આસમગ્ર ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ બહાર આવ્યા છે. આ ઘટનામાં પોલીસે ફૂટેજના આધારે હત્યારાઓને ઝબ્બે કરવા કવાયત હાથધરી છે.

Next Story