Connect Gujarat
ગુજરાત

સુરતની સર જે જે સ્કૂલમાં બાળકોને એડમિશન નહીં અપાતા વાલીઓનો હોબાળો

સુરતની સર જે જે સ્કૂલમાં બાળકોને એડમિશન નહીં અપાતા વાલીઓનો હોબાળો
X

ધોરણ ૮ અને ૯માં એડમિશન આપવાની આનાકાની કરતા વાલિઓએ હોબાળો મચાવ્યો

આગામી જૂનથી શાળાઓમાં નવા શરૂ થતા શૈક્ષણિક વર્ષ 2018-19 માટે સુરતની જે.જે. સ્કૂલમાં ધોરણ ૮ અને ૯માં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં સંચાલકો દ્વારા નનૈયો ભણતા બાળકોનું ભાવિ જોખમાતા વાલિઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો.

હોબાળો કરતા વાલિઓના કહેવા મુજબ તેમના બાળકો આ જ શાળાઅમં સિનિયર કે.જી.થી અત્યાર સુધી ભણતા આવ્યા છે. અમારા બાળકને પરસન્ટેજ ઓછા આવ્યા એટલે એડમિશન અપાતું નથી. એમની જ શાળાના શિક્ષકો પાસે અભ્યાસ કરેલા અમારા બાળકોના પરસન્ટેજ ઓછા આવે તે કોની જવાબદારી?. આ તમામ બાબતોમાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય તેવી સ્થીતિ નિર્માણ થવા પામી છે.

Next Story