Connect Gujarat
ગુજરાત

સુરતમાં અસામાજીક તત્વોનો આતંક : મંદિરમાં કરી તોડફોડ

સુરતમાં અસામાજીક તત્વોનો આતંક : મંદિરમાં કરી તોડફોડ
X

સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ

સુરતમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પોતાની હાક અને ઘાક જમાવવા મંદિરમાં તોડફોડ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સમગ્ર ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર સુરતના કાપોદરા વિસ્તારની સાગર સોસાયટીમાં કબ્જો જમાવવા લક્ડાના ઘોકા સાથે કેટલાક અસામાજીક તત્વો એ ધસી આવી કોહરામ મચાવ્યો હતો. એટલું જ નહીં આ ઘટનામાં અસામાજીક તત્વો દ્વારા મંદિરમાં પણ તોડ ફોડ કરાતા હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવા સાથે સાગર સોસાયટીના રહીશોમાં ભયનું વાતાવરણ ફેલાવા પામ્યુ છે.

સમગ્ર ધતના મુદ્દે સાગર સોસાયટીના રહિશો દ્વારા આ કાર્ય અતુલ અકારી અને તેના મળતીયાઓ દ્વારા સોસાયટીનો કોમન પ્લોટ પચાવી પાડવાના ઇરાદે કરાયું હોવાના અક્ષેપ કરાઇ રહ્યા છે. તો બીજી તરફ ઘટનાની જાણ કરાઇ હોવા છતાં ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારફા કાપોદ્રા પોલીસ ટેવ મુજબ મોડી પહોંચી હતી. જો કે અસામાજીક તત્વો દ્વારા કરાયેલ તોડ ફોડ સહિતની સમગ્ર ધટના સી.સી.ટી.વી.માં કેદ થઈ જવા પામી હતી. પોલીસે હાલ તો આ સી.સી.ટી.વી ફૂટેજ મેળવી આરોપીઓની શોધ આરંભી છે.

Next Story