Connect Gujarat
ગુજરાત

સુરતમાં નિરવ મોદીની કંપનીનાં 2200 કર્મચારી બેરોજગાર

સુરતમાં નિરવ મોદીની કંપનીનાં  2200 કર્મચારી બેરોજગાર
X

PNB બેન્ક કૌભાંડી નિરવ મોદીની સચિન SEZમાં આવેલ ફાયર સ્ટાર યુનિટનાં 2200 કર્મચારીઓ EDની રેડ બાદ બેરોજગાર થઈ ગયા છે. અને 750 જેટલા કર્મચારીઓ પોતાના પગાર અને રોજગારીનાં પ્રશ્નને લઈ SEZ માં એકત્ર થયા હતા અને પોતાના બાકી રહેલા પગાર ની માંગણી કરી હતી.સુરત ખાતે આવેલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં નિરવ મોદીની ફાયર સ્ટારની પાંચ કંપની આવી છે. PNB સાથે કૌભાંડ બાદ ED અને સીબીઆઈનાં અધિકારીઓ દ્વારા સેઝ ખાતે આવેલા આ યુનિટમાં રેડ કરી મહત્વનાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. અને સેઝમાં આવેલા નિરવ મોદીની તમામ કંપનીઓ સહિત પાંચ બેંક એકાઉન્ટને એટેચ કરી દેવામાં આવ્યા હતા. ફાયર સ્ટાર યુનિટ સહિત કંપનીઓ બંધ થઈ જતા હજારો લોકોની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે. જેથી સેઝ ખાતે આવેલ નિરવ મોદીનાં યુનિટનાં કર્મચારીઓ પોતાની રોજગારી પર ઉભા થયેલા પ્રશ્ન અને પગાર માટે ભેગા થયા હતા.

ફાયર સ્ટારમાં જવેલરી પોલિસ કરનાર કર્મચારીએ જણાવ્યુ કે અગાઉ પણ જ્યારે આ યુનિટ પર ડીઆરઆઈ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ બાદ તો કંપની દ્વારા કર્મચારીઓને પગાર આપી દેવામાં આવ્યા હતા પરંતુ આ વખતે ED યુનિટ સહિત બેંક એકાઉન્ડ પણ સીઝ કરી દીધા છે. અમે સરકાર પાસે આશા રાખીએ છે કે સરકાર નિરવ મોદીનાં કોઈ એક બેંક એકાઉન્ટ ઓપન કરી અમારા લોકોનાં પગાર સહિત અન્ય સુવિધા આપે.

Next Story