Connect Gujarat
ગુજરાત

સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ પર પાંચ શખ્સોનો હુમલો, લોકોના ટોળા ઉમટ્યા

સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ પર પાંચ શખ્સોનો હુમલો, લોકોના ટોળા ઉમટ્યા
X

ચપ્પુથી હુમલો થયા બાદ પાસ કન્વીનર અલ્પેશ સહિતના મોડી રાત્રે ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતા

સુરતમાં સોમવારની સાંજે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર નાના વરાછા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાન પાસે 5 યુવાનોએ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે યોગીચોકમાં ટોળા ભેગા થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. હુમલાખોરો ભાજપના અસામાજિક તત્ત્વો હોવાનો આરોપ પાસના આગેવાનોએ લગાવ્યો છે. મોડી રાત્રે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવા માટે પહોંચ્યા હતા.

સોમવારે સાંજે સાડા સાત વાગ્યે બનેલી આ ઘટનામાં તું પાટીદારોનો ડોન બની ગયો છો તેમ કહી હુમલો કરાયો હતો. અલ્પેશના ભાઇએ ભાડે આપેલા કેમેરાના ભાડા અંગે વિવાદ થતાં હુમલો કરાયો હતો. સાંજે સાત- સાડા સાત વાગ્યે ડસ્ટર કારમાં આવેલા 5 યુવાનોએ અલ્પેશને ફોન કરીને તારું કામ છે તેમ કહી ઘરની બહાર બોલાવ્યો હતો.

અલ્પેશ ઘરની બહાર આવતાં હુમલો થયો હતો. જે બાદ અલ્પેશ કથીરિયાએ ભાગવાનો પ્રયાસ કરતાં પાંચ પૈકી એક યુવાને ચપ્પુ મારી દીધું હતું. જેના કારણે સામાન્ય ઇજા થઈ હતી. હુમલાખોરોમાં અભી જીરાવાળા, દત્તો કચ્છીનાં નામો જાહેર થયા છે. જેની સાથે અન્ય ત્રણ અજાણ્યા હતા. પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા પર તેમના ઘર નજીક જ હુમલો થયો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં પાસના આગેવાનો અને કાર્યકરોનાં ટોળાં એકત્ર થઈ ગયા હતા.

અલ્પેશને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અલ્પેશના ભાઇએ ભાડે આપેલા કેમેરાના ભાડા અંગે વિવાદ થતાં હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે યોગીચોકમાં ટોળા ભેગા થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પાસના ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલે ટ્વિટ કરી આ ઘટનાને શરમજનક ગણાવી છે. મોડી રાત્રે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવા માટે પહોંચ્યા હતા.

.

Next Story