Connect Gujarat
ગુજરાત

સુરતમાં બાપ્પાની મૂર્તિને 1,11,111 હીરાનો કરાયો શણગાર

સુરતમાં બાપ્પાની મૂર્તિને 1,11,111 હીરાનો કરાયો શણગાર
X

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સરથાણા જકાતનાકા નજીક વ્રજ રોડ પર આવેલી વણીંરાજ સોસાયટીમાં ગણપતિ બાપ્પાની મૂર્તિને 1,11,111 હીરાનો શણગાર કરવામાં આવ્યો છે.

00ddaa4a-76ee-47a9-ba2d-8255e8b33890

સરથાણા વણીંરાજ સોસાયટીમાં બિરાજમાન ગણપિતની મૂર્તિને લગભગ 1,11,111 રૂપિયાનો શણગાર કરવામાં આવ્યો છે. ગણપતિ બાપ્પાની માટીની પ્રતિમા પર સૂંઢ, બાજુબંધ, ગળાનો હાર અને કાન પર રજવાડી કુંડળના સુશોભન માટે સવા લાખના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

b9b49d58-7692-474a-8f10-d6404921b247

સોસાયટીમાં રહેતા પ્રતિક ગજેરાએ જણાવ્યું હતું કે દસ દિવસ સુધી સવાર સાંજ આરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થાય છે.

3a480ad7-d4a1-40c2-9f1b-b170cc886b3e

વણીંરાજ સોસાયટીમાં સૌ કોઇના સાથ સહકારથી બાપ્પાની પૂજા બાદ સામાજીક સેવા પણ કરવામાં આવે છે. તે માટે 10 દિવસ સુધી બાપ્પાના સ્થાપન પાસે જ બેટી બચાઓ બેટી પઢાઓના સંદેશો, સત્યનારાયણ ભગવાનની કથા, રક્તદાન, અંગ દાન અંગેની જાગૃતિ લોકોમાં ફેલાવવામાં આવી રહી છે.

Next Story