Connect Gujarat
ગુજરાત

સુરતમાં મિસ્ટર સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં અંક્લેશ્વરનો સારંગ પટવર્ધને સિધ્ધિ મેળવી

સુરતમાં  મિસ્ટર સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં અંક્લેશ્વરનો સારંગ પટવર્ધને સિધ્ધિ મેળવી
X

સુરતનાં ડભોલી ગામ પાસે મિસ્ટર સાઉથ ગુજરાત કોમ્પીટીશન યોજાઈ હતી, જેમાં અંક્લેશ્વરનો બોડી બિલ્ડર સારંગ પટવર્ધનને બીજો ક્રમ હાંસલ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યુ હતુ.

અંકલેશ્વરનાં અંદાડા ગામની રણછોડકૃપા સોસાયટીમાં રહેતો સારંગ પટવર્ધન છેલ્લા ઘણા સમયથી બોડી બિલ્ડિંગની વિવિધ રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ચુક્યો છે. જેઓ અગાઉ મિસ્ટર ગુજરાતનો ખિતાબ પણ જીતી ચુક્યા છે.

સારંગ પટવર્ધન

ગત રવિવારનાં રોજ સુરતનાં ડભોલી ગામ પાસે આવેલ વૃંદાવન ફાર્મ ખાતે સુરત ડીસ્ટ્રીકટ બેસ્ટ ફિજિક એસોસિએશન દ્વારા મિસ્ટર સાઉથ ગુજરાત બોડિ બિલ્ડિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી સહિતનાં જિલ્લાનાં 180 બોડી બિલ્ડરો ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સારંગ પટવર્ધને 75 કિલોની કેટેગરીમાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં તેઓ બીજા ક્રમે વિજેતા બની સિલ્વર ટ્રોફી હાંસલ કરી ભરૂચ જિલ્લા અને અંક્લેશ્વરનું નામ રોશન કર્યુ હતુ,તેઓની આ સિધ્ધિ બદલ તેમના પરિવારજનો અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

Next Story