Connect Gujarat
ગુજરાત

સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, બપોર બાદ શાળાઓમાં રજા જાહેર કરાઈ

સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, બપોર બાદ શાળાઓમાં રજા જાહેર કરાઈ
X

જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી હતી, બે કલાકમાં નોંધાયો 2 ઈંચ વરસાદ

સુરતમાં આજરોજ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ થતાં માત્ર બે કલાકમાં 2 ઈંચ વરસાદને તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતી. વરસાદી માહોલને પગલે જનજીવન ઉપર વ્યાપક અસર વર્તાયી હતી. જેના પગલે આજરોજ બપોર પછી ચાલતી શાળાઓ, આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી હતી. જેની જાહેરાત જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="55739,55740,55741,55742"]

હવામાન વિભાગની આગાહીના પગલે સુરતમાં મોડી રાત્રીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાત્રી દરમિયાન બે ઈંચ વરસાદના થોડા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. અને સુરતના કલેક્ટર દ્વારા પાલિકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ખાનગી શાળાઓને પણ રજા રાખવા સુચન કરવામાં આવ્યું છે.

સુરતમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી સવારથી બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. વરાછા વિસ્તારમાં આવેલી બરોડ બ્રિસ્ટેજમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકામદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. જેથી પાણીની આવક થોડી શરૂ થઇ છે. મંગળવારે રાતે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટી 286.28 ફુટ નોંધાઇ હતી. 5112 ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક જાવક ચાલુ હતી.

Next Story