Connect Gujarat
ગુજરાત

સુરતમાં વાવાઝોડાની સાવચેતીના ભાગરૂપે સિવિલમાં ટ્રોમાં વોર્ડ તૈયાર કરાયો

સુરતમાં વાવાઝોડાની સાવચેતીના ભાગરૂપે સિવિલમાં ટ્રોમાં વોર્ડ તૈયાર કરાયો
X

વાયુ વાવાઝોડાને લઈને સુરતમાં તંત્ર સજ્જ થઇ ગયું છે સુરતમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ટ્રોમાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ દરેક સ્ટાફ ને સ્ટેન્ડ બાય રહેવા આદેશ પણ આપવામાં આવ્યો છે.

વાયુ વાવાઝોડાને લઈને ગુજરાતમાં તંત્ર સજ્જ થઇ ગયું છે. ત્યારે આ વાવાઝોડાની અસર સુરતમાં નહીવત છે. તેમ છતાં તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સુરતના ડુમસ બીચ પણ બંધ કરી દેવાયા છે. તેમજ માછીમારોને દરિયોના ખેડવા સુચના પણ આપી દેવામાં આવી છે. તો બીજી તરફ સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ટ્રોમાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ૩૦ બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત દવાનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં ઉભો કરી દેવામાં આવ્યો છે. સાથે જ દરેક સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અને ઈમરજન્સી વખતે પહોચી વળવા એમ્બૂલન્સ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

Next Story