Connect Gujarat
ગુજરાત

સુરતમાં BRTSના ચાલકે ભાઈ-બહેનને લીધા અડફેટે, 300 ફૂટ ઘસડતાં યુવાનનું મોત

સુરતમાં BRTSના ચાલકે ભાઈ-બહેનને લીધા અડફેટે, 300 ફૂટ ઘસડતાં યુવાનનું મોત
X

સુરતનાં યુનિવર્સિટી રોડ ઉપર આજે સવારે બીઆરટીએસ ચાર રસ્તા નજીક એક બાઈક સવાર પિતરાઈ ભાઈ-બહેનને અડફેટે લીધા હતા. જેમાં ભાઈને બસ ચાલકે 300 ફૂટ જેટલો ઘસડી જતાં ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ લોકોએ ડ્રાઈવર અને કંડક્ટરને માર મારી પોલીસને હવાલે કરી દીધા હતા.

પાસોદરા પાટીયા પાસે રહેતા કિશોર વિઠ્ઠલ ઠુમ્મર પિતરાઈ બહેન મિતલ સાથે વેસુમાં આવેલા સંબંધીના ઘરે જવા માટે બાઈર લઈને નિકળ્યા હતા. તેવામાં યુનિવર્સિટી કન્વેન્શન હોલ સામે આવેલા બીઆરટીએસ ચાર રસ્તા નજીક તેમની બાઈકને બીઆરટીએસની બસના ચાલકે અડફેટે લીધા હતા. જેથી કિશોર બાઈક સાથે બસના આગળના ટાયરમાં ફસાઈ ગયો હતો. બસના ચાલકે બીઆરટીએસ કોરિડોરમાં 300 ફૂટ સૂધી ઘસડી ગયા બાદ જાણ થઈ હતી કે, બસની નીચે કંઈક ફસાઈ ગયું છે. ત્યારબાદ ચાલકે બસ ઉભી રાખી હતી. જોકે, ગંભીર ઈજાને પગલે કિશોરભાઈનું મોત નિપજ્યું હતું.

Next Story