Connect Gujarat
ગુજરાત

સુરત:રાંદેર વિસ્તારના યુવકની દક્ષિણ આફ્રિકામાં કરાઇ ઘાતકી હત્યા

સુરત:રાંદેર વિસ્તારના યુવકની દક્ષિણ આફ્રિકામાં કરાઇ ઘાતકી હત્યા
X

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા યુવકની દક્ષિણ આફ્રિકામાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. જેમની સાથે ભાગીદારી માં દુકાન શરૂ કરી હતી. એ મિત્રો એજ પૈસા માંતે યુવક ની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. ભરૂચ જિલ્લાના રહીશ ત્રણ હત્યારા હત્યાં કરી ફરાર થઈ ગયા હતા.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી અમી સોસાયટીમાં રહેતા આ પરિવારમાં શોક ની કાલિમા છવાય જાવા પામી છે. કારણ છે પરિવારના જુવાનજોધ દીકરાનું મોત આ પટેલ પરિવારનો દીકરો દક્ષિણ આફ્રિકા પૈસા કમાવા ગયો હતો. અને સાડા ત્રણ વર્ષ થી આ ગરીબ પરિવાર નો આધાર બન્યો હતો.

પરંતુ ગત રાત્રે અચાનક એવી ખબર આ પરિવારને મળી કે સમગ્ર પરિવારના પગ તળે થઈ જમીન સરકી ગઈ હતી. સાત સમંદર પર પરિવારના પુત્ર સીરાજ યાકુબ પટેલ ની તેના જ મિત્રો એ ઘાતકી હત્યા કરી નાખી હતી. રાંદેર માં રહેતા યાકુબ પટેલ નો પુત્ર સીરાજ આફ્રિકા રોજી રોટી ની શોધ માં ગયો હતો. અને બીજો પુત્ર ઇમરાન માતા પિતા અને પોતાના પરિવાર તેમજ ભાઈ ના બે પુત્રો અને ભાભી સાથે રહેતા હતા. સીરાજે આફ્રિકા ના જોહનીસબર્ગમાં ત્યાં જ ભેગા થયેલા અને મૂળ ભરૂચ જિલ્લા ના કાવી ગામ ના વાતની એયાઝ ચિચી સાથે થઈ હતી. ત્યારબાદ જંબુસરના રહેવાસી એયાઝ બાપુ અને માઝ ઇસ્માઇલ લેફટી સાથે થઈ હતી. સીરાજે એયાઝ સાથે એક દુકાન શરૂ કરી હતી.

પરંતુ દુકાન નહીં ચાલતા બંધ કરી દેવામાં આવી હતી. દુકાન નો કબજો એયાઝ ને મળતા તેને સીરાજ ને પૈસા આપવાના હતા.બસ આ પૈસાન મુદ્દે જ મિત્રો વચ્ચે દુશ્મનીના બીજ રોપાયા હતા. જેના પગલે પૈસા ની ઉઘરાણી કરી રહેલા સીરાજ ને એયાઝ મળવા બોલાવ્યો હતો અને અન્ય મિત્રો એયાઝ બાપુ અને માઝ ઇસ્માઇલ લેફટી સાથે મળી સીરાજ ની હત્યા કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. જોહનીસબર્ગ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ફરાર હત્યારાઓ ની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી માં ત્રણેય આરોપીઓ ની ક્રૂરતા સ્પષ્ટ જોઈ શકાય છે.

આ ઘટના ની જાણ સુરત ના રાંદેર માં રહેતા સીરાજ ના પિતા યાકુબ પેતેલ અને ભાઈ ઇમરાન ને થતા જ તેઓ પર જાણે આભ તૂટી પડ્યું હતું. સીરાજના બે પુત્રો અને પત્નીની આંખ ના આંસુ સુકાવાનું નામ નથી લઇ રહ્યા. પરિવાર એક જ માનગની કરી રહ્યો છે કે આરોપીઓ ને સખત માં સખત સજા કરવામાં આવે.

Next Story