Connect Gujarat
ગુજરાત

સુરત: અડાજણ ડેપોમાં સિક્યુરીટી ગાર્ડનો પગ બસ નીચે આવી જતા કપાયો

સુરત: અડાજણ ડેપોમાં સિક્યુરીટી ગાર્ડનો પગ બસ નીચે આવી જતા કપાયો
X

શહેરમાં ફરતી બ્લૂ સિટી બસ એક્સિડન્ટના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલા સિટી બસ સ્ટેન્ડમાં ચારેક દિવસ અગાઉ સાંજના સમયે બસના ટાયર નીચે સિક્યુરીટી ગાર્ડનો પગ આવી ગયો હતો. જેથી સ્મિમેર હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેનો પગ કાપવો પડતાં તેના પરિવારના ભરણપોષણનો સવાલ ઉઠતા પ્રજાપતિ મહાએકતા અભિયાન દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી હતી.

સુરત અડાજણ ડેપોમાં ચાલુ નોકરીએ પગ ગુમાવનાર ધનસુખ પ્રજાપતિ મેટ્રીક્સ સિક્યુરીટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતાં હતાં. તેની ડ્‌યુટી અડાજણ બસ ડેપો પર હતી. સાંજના નવ વાગ્યા આસપાસ બસ રિટર્ન લેતી વખતે ટાયર માથેથી ફરી વળતા સિક્યુરિટીનો પગ કપાવવાની નોબત આવી હતી. ધનસુખના મોટાભાઈ રામજી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેના બે બાળકો નાના છે. ઘરની સ્થિતી પણ નબળી છે અને હવે છ મહિના સુધી તે હરીફરી શકે તેવી શક્યતા નથી જેથી ન્યાય મળે તેવી માંગ તેઓ કરી રહ્યાં છે. સમાજના અગ્રણી અલકા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ધનસુખભાઈના પરિવારમાં એક પત્ની અને બે બાળકો જ છે. હવે તેના ભરણપોષણનો સવાલ ઉભો થયો છે. અમે ન્યાય માટે રજૂઆત કરી હતી. પરંતુ યોગ્ય જવાબ મળ્યો નથી અને જો કોઈ યોગ્ય કામ નહી થાય તો સમસ્ત પ્રજાપતિ મહા એકતા અભિયાન દ્વારા કાર્યક્રમો ઘડીને આવેદનપત્રો આપવાની સાથે સાથે ન્યાયની માંગ સાથે કાર્યક્રમો ઘડીશું.

Next Story