Connect Gujarat
ગુજરાત

સુરત: આયુષિ દેસાઈની ઇન્ડિયન નેવીમાં સબ લેફ્ટનન્ટ તરીકે થઈ પસંદગી

સુરત: આયુષિ દેસાઈની ઇન્ડિયન નેવીમાં સબ લેફ્ટનન્ટ તરીકે થઈ પસંદગી
X

છોકરી છે શું કરી લેવાની ભણીને શું કરશે લગ્ન પછી તો તેણે ઘર જ સાંભળવાનું છે ને ? આવી વાતો કરનારાને સુરતની જ એક દીકરીએ જવાબ આપી દીધો છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરૂષો કરતા એક કદમ આગળ છે. ત્યારે સુરતની એક દીકરીની નેવીમાં પસદગી થઇ છે. જી હા સુરતની આ દીકરી નૈવીમાં પસંદ થનાર સુરતની પ્રથમ યુવતી બની છે. નેશનલ જીમનાસ્તિક પ્લેયર હવે સબ લેફેટન્ટની પોસ્ટ પર નેવલ આર્કિટેકચર તરીકે ઓળખવામાં આવશે.

દીકરી છે...શું કરી લેશે ? ભણી ને શુ કરવાની ? દીકરી તો ઘરમાં જ શોભે...આ બધી વાતો હવે જૂની થઈ ગઈ છે. કારણ કે દીકરીઓ હવે પોતાના સાહસથી સમાજ અને દેશમાં દાખલો આપી રહી છે.જેમાંથી એક છે સુરતની આયુષી દેસાઈ.જી હા સુરતની આ દીકરી નૈવીમાં પસંદ થનાર સુરતની પ્રથમ યુવતી બની છે. સુરતના દેસાઈ પરિવારની દીકરી આયુષી દેસાઈ પ્રથમ નૈવીમાં પસંદ થનાર સુરતની પ્રથમ યુવતી બની છે. આયુષી દેસાઈ સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં વિલએન્જીનીયરિંગ કરી ચુકી છે.ઈન્ટરવ્યુ માટે સમગ્ર ભારતમાંથી ૮૦૦ ઉમેદવારો પસંદ થયા હતા. તેમાંથી માત્ર પાંચ ઉમેદવારોને નેવી દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સુરતમાંથી બે વિદ્યાર્થીઓ પસંદ થયા હતાં. જેમાં થી એક આયુષી છે. આયુષી એક નેશનલ જીમનાસ્ટીક પ્લેયર છે અને તેની પાસે ઢગલા બંધ ટ્રોફી અને મેડલ છે.

આયુષીએ જણાવ્યું હતું કે ,નેવી દ્વારા ૧૨ લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. બંન્ને વિદ્યાર્થીઓએ સર્વિસ સિલેકશન બોર્ડની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. અને નૌ સેનામાં સબ લેફેટન્ટની પોસ્ટ પર નેવલ આર્કિટેકચર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીનીઓએ કોલેજમાં એન.સી.સી ટ્રેનિંગ લીધી હતી.

આયુષિએ વધુમાં જણાવ્યું હતું કે પાંચ દિવસના ઈન્ટરવ્યુને સર્વિસ સિલેકશન બોર્ડ કહેવામાં આવે છે. ઈન્ટરવ્યુમાં મેન્ટલી, સાયકોલોજી અને ફિઝીકલી ટેસ્ટ લેવામાં આવે છે. ઈન્ટરવ્યુમાં જીવને લગતાં પ્રશ્નો, ફિલ્ડને લગતાં પ્રશ્નો, નેવીને લગતાં પ્રશ્નો અને જનરલ નોલોજના પ્રશ્નો પુછવામાં આવે છે. ઈન્ટરવ્યું આપનાર મિલેટ્રીમાં હોય તે રીતે જ રહેવું પડે છે.પાંચ દિવસના ઈન્ટરવ્યું સૌથી મહત્વનો હોય છે. જેમાં એલાર્મ વગર જ ૫.૩૦ વાગ્યે ઉઠી જવાનું હોય છે. જે એક્ટિવીટી કરવામાં આવે તે તમામ પર નજર રાખવામાં આવે છે. ફિઝીકલ ટેસ્ટમાં ૧૩ અલગ અલગ ઓબસ્ટ્રીકલ હોય તેમાં રનિંગ, જમ્પિં, રોપ જેવી એક્ટિવીટી કરાવાવમાં આવે છે. ગ્રાઉન્ડ ટેસ્ટ સરળ હોય છે. ત્યારબાદ પાંચમાં દિવસે કોન્ફરસમાં બેસાડી જે સિલેકટ થાય તેનું નામ જાહેર કરવામાં આવે છે. આ ટેસ્ટ ખુબ જ અઘરી હોય છે. એટલા માટે ઈન્ડિયામાંથી માત્ર પાંચ લોકોજ સિલેક્ટ થયા છે. જ્યારે દીકરીની આ ઉપલબ્ધી થી માતા પિતા ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવી રહ્યા છે.બંન્નેવે જણાવ્યું હતું કે તેમણે ક્યારે વિચાર્યું પણ ન હતું કે તેમની દીકરી આ ઉપલબ્ધી મેળવશે.આજે દીકરીના વાલી હોવાનો ગર્વ તેઓ પણ અનુભવી રહ્યા છે.

Next Story