Connect Gujarat
ગુજરાત

સુરત: આયુષ્યમાન અને મા કાર્ડ યોજનાનો ચાર્જવસુલવા મુદ્દે કિરણ હોસ્પીટલ વિવાદમાં

સુરત: આયુષ્યમાન અને મા કાર્ડ યોજનાનો ચાર્જવસુલવા મુદ્દે કિરણ હોસ્પીટલ વિવાદમાં
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ કિરણ હોસ્પિટલ વિવાદમાં આવી છે કિરણ હોસ્પિટલમાં આયુષ્માન અને મા કાર્ડ યોજના જેવી સેવાઓ વિનામૂલ્યે હોવા છતાં સારવારનો ચાર્જ લેવાતો હતો ગાંધીનગર આરોગ્ય કમિશ્નરને ફરિયાદ મળતા કિરણ હોસ્પિટલને આયુષ્માન અને મા કાર્ડ યોજનામાંથી હોસ્પિટલને પડતી મુકાઇ છે.

સુરત કતારગામ ખાતે આવેલ કિરણ હોસ્પિટલનું દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગરીબોને સેવા આપતી હોસ્પિટલમાં જ આયુષ્માન અને મા કાર્ડ યોજનાઓ વિનામૂલ્યે સેવા હોવા છતાં સારવારનો ચાર્જ લેવાતો હતો. સમગ્ર મામલે ગાંધીનગર આરોગ્ય કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદના આધારે આયુષ્માન અને મા કાર્ડ યોજનામાંથી હોસ્પિટલને 8 ઓક્ટોબરના રોજ લીસ્ટમાંથી બહાર કરી દેતા ચકચાર મચી ગઇ છે.

આયુષ્માન અને મા કાર્ડ યોજનામાંથી હોસ્પિટલને પડતી મુકાઇ દેતા આયુષ્માન અને મા કાર્ડ ધરકો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહીયો છે સરકારે હોસ્પિટલને આયુષ્માન અને મા કાર્ડ યોજનામાંથી હોસ્પિટલને પડતી મુકાઇ દેતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓને યોજનાનો લાભ નહીં તેવોમાં ભારે નિરાશા જોવા મળી હતી. હોસ્પિટલ સામે ભારે દંડ કરવાના બદલે માત્ર આયુષ્માન અને મા કાર્ડ યોજનામાંથી હોસ્પિટલને પડતી મુકાઇ દેતા સરકારે હોસ્પિટલ ને બદલે દર્દીને દંડ કર્યો હોય એમ કહી શકાય છે. જ્યારે બીજી બાજુ કિરણ હોસ્પિટલને આદેશ આવતા ટ્રસ્ટીઓ ગાંધીનગર દોડતા થઈ ગયા છે.

Next Story