Connect Gujarat
ગુજરાત

સુરત : ઉદ્યોગ સાહસિકોને ભણાવવામાં આવ્યાં “સફળતા”ના પાઠ

સુરત :  ઉદ્યોગ સાહસિકોને ભણાવવામાં આવ્યાં “સફળતા”ના પાઠ
X

સુરતની હોટલ ગ્રાન્ડ ભગવતી ખાતે HDFC બેન્કનો બિઝનેશ કોન્કલેવનું આયોજન કરાયું હતું . “ I Believe - Believing in my Beliefs “ વિષય પર યોજાનારા કોન્કલેવ માં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો હાજર રહયાં હતાં.

યુવા ઉદ્યોગ

સાહસિકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમને સફળતાના શિખર સુધી લઇ જવા માટે ખાસ સેમીનાર

યોજવામાં આવ્યો હતો. જેમાં મુંબઇના બિઝનેસ બેકિંગના રીજીયનલ હેડ મનીષ મોહન

તથા સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર એસોસીએશનના સેક્રેટરી સુનિલ જૈન સહિતના મહેમાનો

હાજર રહયાં હતાં. કોન્કલેવમાં જાણીતા ઉદ્યોગકારો અને જાણીતી કંપનીના સીઇઓ તેમની

સફળતાથી ગાથા રજૂ કરી હતી.

વુહુ

સ્ક્રીન્સના ફાઉન્ડર પલક માધવાણી, મેગીક્રેટ બિલ્ડીંગ સોલ્યુશનના કો- ફાઉન્ડર પુનિત મિત્તલ, કલશ્રી ફેબ્રિકસના સ્થાપક સચિન અગ્રવાલ

અને રીસ્પોન્સીટી સીસ્ટમના સીઇઓ રૂષભ શાહ અને જાણીતા મેન્ટર સ્પીકર અને ચાર્ટડ

એકાઉટન્ટ ગૌરવ સિંઘવી સહિતના તજજ્ઞોએ હાજર રહી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. Out comes

Deliveredના ઉપક્રમે

યોજાયેલા સેમીનારમાં ભાગ લઇને યુવાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.

Next Story