Connect Gujarat
ગુજરાત

સુરત : ઉમરામાં 17 લાખ રૂપિયાની ધાપ મારનારી ઘરઘાટી ઝડપાય

સુરત : ઉમરામાં 17 લાખ રૂપિયાની ધાપ મારનારી ઘરઘાટી ઝડપાય
X

સુરત શહેરના સીટી લાઈટ સ્થિત આશીર્વાદ પાર્કમાં રહેતા પ્રોપર્ટી બ્રોકર શંભુનાથ રાયના ત્યાં કામ કરતી ઘરઘાટી મહિલા સંગીતા ઉર્ફે ભારતી પંદર દિવસ અગાઉ ઘરના મહિલાઓની નજર ચૂકવી સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમ મળી સત્તર લાખથી વધુનો હાથફેરો કરી અન્ય મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી ..ચોરીની આ ઘટનામાં બંને મહિલાઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.

ઉમરા પોલીસે ચોરીની આ ઘટનામાં અગાઉ એક મહિલાની ધરપકડ કરી હતી.જ્યાં મુખ્ય મહિલા આરોપી સંગીતા ફરાર હતી.જ્યાં પોલીસે મળેલ માહિતીના આધારે મહિલા આરોપી સંગીતા ઉર્ફે ભારતીની પાંડેસરા ના હાઉસિંગ બોર્ડ ખાતેથી ધરપકડ કરી હતી. મહિલા પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાં મળી સત્તર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story