Connect Gujarat
ગુજરાત

સુરત : ઓલપાડના કુદસદ ગામેથી પચાસ લાખથી વધુની કિમતનો ગાંજો ઝડપાયો

સુરત : ઓલપાડના કુદસદ ગામેથી પચાસ લાખથી વધુની કિમતનો ગાંજો ઝડપાયો
X

સુરત જીલ્લાના ઓલપાડના કુડસદ ખાતેથી જીલ્લા એલ.એઈ.બી અને એસ.ઓ.જીએ સંયુક્ત દરોડા પાડી મોટી માત્રમાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપી પડ્યો છે. જી.આઈ.ડી.સીના ખુલ્લા ખેતર નજીકના ગોડાઉનમા આ જથ્થો મુકવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે.

સુરતના ઓલપાડમાં આજે નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જીલ્લા એલ.સી.બી અને એસ.ઓ જીની ટીમે બાતમીના આધારે સંયુક્ત દરોડા પાડી આશરે ૫૦૦ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સુરત જીલ્લાનો ઓલપાડ તાલુકો જાણે ગાંજા વેચાણનું હબ બની ગયો હોઈ એમ એક પછી એક ગાંજા ઝડપવાની ઘટના બની રહી છે. આજે સવારે ઓલપાડના સાયણથી જીલ્લા એસ.ઓ જીએ ૧.૮૦ લાખની કીમતનો ૧૮ કિલો ગાંજો ઝડપ્યો હતો. બપોર બાદ કુડસદ જીઆઈડીસી ખાતેથી મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ઘટના સ્થળેથી ડમરું ઉર્ફે દામોદર પ્રધાન હાલ સુરત મૂળ રેહવાસી ઓરિસ્સાની ધરપકડ પણ કરી છે. હાલ પોલીસે ગાંજો ક્યાંથી આવ્યો કોને આપવાનો હતો અને મકાન કોનું છે તેની તપાસ હાથ ધરી છે.

Next Story