Connect Gujarat
ગુજરાત

સુરત કિમ કોલેજનો વિદ્યાર્થી બેંગકોક ખાતે ઇન્ટરનેશનલ સ્કેટીંગ સ્પર્ધામાં ઝળકશે

સુરત કિમ કોલેજનો વિદ્યાર્થી બેંગકોક ખાતે ઇન્ટરનેશનલ સ્કેટીંગ સ્પર્ધામાં ઝળકશે
X

સુરતના કિમ ખાતે આવેલી વિદ્યાદીપ એન્જીનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ ગોવામાં સ્કેટીંગની નેશનલ ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જયારે મે મહિનામાં બેંગકોક ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભારત તરફથી રમશે.

સુરત જિલ્લાના કોસાડ ગામનો રહેવાશી અને કિમની વિદ્યાદીપ એન્જીનિયરિંગ કોલેજમાં સિવિલ ઇજનેરી ક્ષેત્રે બીજા વર્ષમાં અભ્યાસ કરતો મિત અશોકભાઈ પટેલે ગત તારીખ 1 થી 3 ફેબ્રુઆરી 2017 દરમિયાન ગોવામાં યોજાયેલી સ્કેટીંગની નેશનલ ચેમ્પિયનશીપ માં ભાગ લીધો હતો, જેમાં 30 જેટલા સ્પર્ધકો અલગ અલગ રાજ્યો માંથી આવ્યા હતા.

unnamed

આ સ્પર્ધામાં મિત પટેલ પ્રથમ ક્રમાંક મેળવીને નેશનલ ચેમ્પિયન બન્યો હતો.મિતે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે છેલ્લા 8 વર્ષથી સ્કેટીંગ ક્ષેત્રે ખુબજ ઉંડો રસ ધરાવે છે અને સતત તેનો અભ્યાસ કરી રહ્યો છે, અને ખેલમહાકુંભ, ઇન્ટરનેશનલ ગેમ , R.S.F.I સહિતની સ્કેટીંગની સ્પર્ધામાં પણ મિત પ્રથમ સ્થાને આવીને કોલેજ તેમજ ગામનું નામ રોશન કર્યુ હતુ.

આગામી તારીખ 12 થી 17 મે 2017 દરમિયાન બેંગકોક ખાતે યોજાનાર નેશનલ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભારત તરફ થી મિત પટેલ ભાગ લેશે અને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ સ્થાન મેળવી કોલેજ, ગામ તેમજ દેશનું નામ રોશન કરવાની ખેવના મિતે વ્યક્ત કરી હતી.

Next Story