Connect Gujarat
Featured

સુરત : ખાટીવાલા સ્કૂલની મનમાની, RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમીશન ન મળતા વાલીઓમાં રોષ

સુરત : ખાટીવાલા સ્કૂલની મનમાની, RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમીશન ન મળતા વાલીઓમાં રોષ
X

સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલ ખાટીવાલા સ્કૂલની મનમાની સામે આવી છે. જેમાં RTE મુજબ પસંદ કરેલ શાળા પ્રવેશ પત્ર મળ્યા બાદ પણ એડમિશન નહીં આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે.

સુરતમાં શાળાઓની મનમાની સતત વધી રહી છે, ત્યારે શહેરના ડુમસ વિસ્તારમાં આવેલી ખાટીવાલા સ્કૂલમાં RTE મુજબ વિદ્યર્થીઓને એડમીશન ન મળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. સરકાર દ્વારા RTE હેઠળ મુજબ ગરીબ પરિવારના બાળકોને વિનામૂલ્યે એડમિશન ફાળવવામાં આવે છે, ત્યારે ખાટીવાલા સ્કૂલ દ્વારા એડમિશન ન અપાતું હોવાની રાવ સાથે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકરીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

વાલીઓએ વિરોધ પ્રદર્શન કરતાં જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. 17 જેટલા વિદ્યાર્થીઓને ખાટીવાલા સ્કૂલ દ્વારા એડમિશન નથી અપાયું જેથી અમે રજૂઆત કરી છે. આવતીકાલે એડમિશનનો છેલ્લો દિવસ છે અને જો એડમિશન નહીં મળે તો અમારા સંતાનોનું એક વર્ષ બગડે તેમ છે. હાલ કામ ધંધો પણ બંધ છે રોજગાર ન હોવાના કારણે આર્થિક તંગી છે, જ્યારે RTE એડમિશનને લઈ શાળા દ્વારા મનમાની કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Next Story