Connect Gujarat
ગુજરાત

સુરત: જંહાગીરપુરા વિસ્તારમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ એટીએમ લૂંટવાનો કર્યો પ્રયાસ

સુરત: જંહાગીરપુરા વિસ્તારમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ એટીએમ લૂંટવાનો કર્યો પ્રયાસ
X

સુરતના જાહનગીપુરા વિસ્તારમાં ધોરણ 12 ના માલેતુજાર ઘરના વિદ્યથીએ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક નું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એટીએમ માં લૂંટ કરે તે પેહલા જ લોકોએ તેને પકડી પોલીસના હવાલે કરી દીધો હતો.

સુરતના જંહાગીરપુરા વિસ્તારમાં સુરત ડિસ્ટ્રીક બેંકનું એટીએમમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ દેવું વધી જતાં અને મોજ શોખ પુરા કરવા લૂંટવાનો પ્લાન રચી એટીએમ લૂંટવાના ઇરાદે એટીએમ માં સાધનો સાથે પ્રવેશી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એટીએમમાં સાયરન વાગતા સ્થાનિકોએ એટીએમનું શટલ બંધ કરી દઈ જાહનગીપુરા પોલીસને જાણ કરી આપી હતી. ઘટનાની જાણ મળતા જંહાગીરપુરા પોલીસે 19 વર્ષીય યુવકને રંગે હાથે એટીએમમાં થી ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસે યુવકની ધરપકડ કરતા વધુ પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા હતા. 19 વર્ષીય ફેનીલે 10 દિવસ અગાઉ પણ આ જ એટીએમને ટાર્ગેટ કરી લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યાં તેને સફળતા ન મળતા તેણે આજ રોજ વધુ સાધન સામગ્રી લઈ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ ધોરણ12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વેલ સેટ ઘરનો હોવાનું બહાર આવ્યુ હતુ. તેના પિતા પોતે ટેક્સટાઇલમાં એમબ્રોડરીના ધંધા સાથે અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે તેની પૂછપરછમાં મોજ શોખ પુરા કરવા અને મોજ શોખમાં વાપરવા રૂપિયા માટે લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ તો જંહાગીરપુરા પોલીસે તેની ધરપકડ કરી અન્ય કોઈ જગ્યાએ લૂંટ કરી છે કે અન્ય કોઈ ગુનાંને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

Next Story