Connect Gujarat
ગુજરાત

સુરત : જાહેરમાં થૂંકવાની મળી સજા, મનપાના કર્મચારીએ યુવાનને કરાવી ઉઠક બેઠક

સુરત : જાહેરમાં થૂંકવાની મળી સજા, મનપાના કર્મચારીએ યુવાનને કરાવી ઉઠક બેઠક
X

સુરત મનપા દ્વારા અઠવા ગેટ ખાતે આવેલ લાલ બંગલા પાસે એક યુવાને જાહેરમાં થુકવું ભારે પડ્યું છે. યુવાન જાહેરમાં થુંકતા મનપાના કર્મચારીની નજર પડતા યુવાનને ઉઠક બેઠક કરાવી હતી.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મનપા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રસ્તા પર કે ચાલુ વાહન પરથી જાહેર રસ્તા પર થૂંકનાર કે પાન-માવાની પિચકારી મારનાર સીસીટીવીમાં કેદ થતા વાહનના ચાલકને નોટીસના ભંગ બદલ 15 ઓગષ્ટથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. સુરતના અઠવા ગેટ ખાતે આવેલ લાલ બંગલા પાસે એક યુવાન શહેરના જાહેર માર્ગ પર થુક્યો હતો. મનપા કર્મચારીએ તે યુવાન પાસેથી દંડ વસૂલી કરતા પૈસા ન હોવાનું જણાવ્યું હતું. દંડ ન ભરતા મનપા કર્મચારીએ યુવાનને ત્યાં જ ઉઠક બેઠક કરાવી હતી.

સુરત ખાતે જાહેર રોડ પર થૂંકનાર કે પાનની પિચકારી મારનારો પર દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જો 100 રૂપિયાનો દંડ ન ભરવામાં આવે તો સાત દિવસમાં 250 રૂપિયાનો દંડ અને જો તો પણ દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો 1000 રૂપિયાનો દંડ મનપા ઘરે જઈને વસૂલી કરે છે. મહા નગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટથી જાહેર નોટીસ બહાર પાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં 54જેટલાને મેમો ફટકારવામાં આવ્યો છે, જ્યારે દંડ ન ભરનારને મનપાએ જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી.

Next Story