Connect Gujarat
ગુજરાત

સુરત : દાંડીથી પોરબંદર જઇ રહેલી સાયકલયાત્રાનું કરાયું સ્વાગત

સુરત : દાંડીથી પોરબંદર જઇ રહેલી સાયકલયાત્રાનું કરાયું સ્વાગત
X

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત અમદાવાદના એનસીસી ગૃપ હેડ ક્વાર્ટર તથા ગુજરાત, દાદરા નગર હવેલી, દિવ અને દમણના એનસીસી ડિરેક્ટોરેટ દ્વારા આયોજિત ગાંધીજીની ‘કર્મભૂમિથી જન્મભૂમિ’ સુધીની સાયકલ યાત્રાનું સુરતમાં કારગીલ ચોક ખાતે સ્વાગત કરાયું હતું.

દાંડીના રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકથી પ્રારંભ થયેલી સાયકલ યાત્રા સુરત આવી પહોંચતા એસ.વી.એન.આઈ.ટી, કોલેજની એન.સી.સી. આર્મી વિંગ અને એન.સી.સીની ગુજરાત બટાલિયન દ્વારા પાંચ ગર્લ કેડેટ્સ તથા છ બોય કેડેટ્સ સાયકલ સવારોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સાયકલ દ્વારા ૧૧ દિવસ માટે દરરોજ સરેરાશ ૭૫ થી ૮૦ કિલોમીટરનું અંતર કાપીને કુલ ૮૦૦ કિલોમીટરનું અંતર પૂર્ણ કરશે.દાંડી (કર્મભૂમિ)થી પોરબંદર (જન્મભૂમિ) સુધીની આ સાયકલ યાત્રાની આગેવાની કરનારા મિશન કેપ્ટન ૯ ગુજરાત બટાલિયન એન.સી.સી.ના કર્નલ દામોદરને જણાવ્યું હતું કે, સાયકલ અભિયાનનો ઉદ્દેશ રાજ્યનાં નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢીમાં ગાંધીવાદી ફિલોસોફીને નવેસરથી ઊજાગર કરવાનો છે.

એન.સી.સી ૫ ગુજરાત બટાલિયનના કમાન્ડીંગ ઓફિસર કર્નલ ફ્રાન્સીસે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના આશયથી સાયકલ યાત્રાનું આયોજન ગાંધી વિચારોને આમ નાગરિકોમાં ફેલાવવાનો છે. યાત્રા દાંડીથી શરૂ થઈને સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ચોટિલા, રાજકોટ, ધોરાજી થઈને પોરબંદર પહોંચશે.

Next Story