સુરત : દારૂના 13 ગુનામાં વોન્ટેડ “આઝાદ” આવ્યો આખરે પોલીસ સકંજામાં
BY Connect Gujarat17 Nov 2019 7:27 AM GMT
X
Connect Gujarat17 Nov 2019 7:27 AM GMT
દક્ષિણ
ગુજરાતના 13 ગુનામાં
વોન્ટેડ નસીમુદિન ઉર્ફે આઝાદ નામના નામચીન બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
છે. આરોપી દમણથી મોટાપાયે દારૂનો જથ્થો મંગાવી સુરત તથા આસપાસના વિસ્તારોમાં વેચાણ
કરતો હતો.
સુરત ક્રાઈમ
બ્રાંચને નામચીન બૂટલેગરને પકડવામાં મોટી સફળતા મળી છે. દક્ષિણ ગુજરાતના 13 ગુનામાં વોન્ટેડ નસરુદ્દીન ઉર્ફે આઝાદ
દમણથી મોટાપાયે દારૂનો જથ્થો મંગાવી સુરત, નવસારી, વાપી પારડી,વલસાડ અને ડુંગરી,સહિત વિવિધ વિસ્તારમાં સપ્લાય કરતો હતો. પોલીસ આઝાદની તલાશ હતી દરમિયાન
સચિન નજીક આવેલાં પોપડા ગામ ચાર રસ્તા પાસેથી ફોચ્યુનર કારમાંથી પસાર થઇ રહેલાં
આઝાદને ઝડપી લેવાયો હતો. આઝાદ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં દારૂના 13 ગુનામાં વોન્ટેડ હતો.
Next Story